Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

એર ચીફ માર્શલ વી.આર. ચૌધરીની ભારતીય વાયુસેનાના નવા પ્રમુખ તરીકે નિમણુંકઃ આરકેએસ ભદૌરિયાની જગ્‍યાએ કામગીરી કરશે

નિવૃત્તિ પહેલા વાયુસેના ચીફે દિલ્‍હીમાં રાષ્‍ટ્રીય યુદ્ધ સ્‍મારકે શ્રદ્ધાંજલી અર્પી

નવી દિલ્હી: એરચીફ માર્શલ વીઆર ચૌધરી ભારતીય વાયુસેનાના નવા પ્રમુખ બની ગયા છે, તેમણે આરકેએસ ભદૌરિયાની જગ્યા લીધી છે. એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરી જે ચીન સાથે સંકટ ચરમ દરમિયાન લદ્દાખ સેક્ટરના પ્રભારી હતા, તેમણે ગુરૂવારે એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા પાસેથી નવા વાયુ સેના પ્રમુખના રૂપમાં પદભાર સંભાળ્યો હતો. વાયુસેના અધ્યક્ષ આરકેએસ ભદૌરિયા આજે વાયુસેનામાંથી રિટાયર થઇ ગયા છે. રિટાયરમેન્ટ પહેલા વાયુસેના ચીફે દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શ્રદ્ધાંજલિ આપી હતી.

આરકેએસ ભદૌરિયા 42 વર્ષની સેવા બાદ સેવાનિવૃત થયા છે. આ દરમિયાન તેમણે 36 રાફેલ અને 83 માર્ક1એ સ્વદેશી તેજસ જેટ સહિત બે મેગા લડાકુ વિમાન સોદામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આરકેએસ ભદૌરિયાનું કરિયર ‘પેંથર્સ’ સ્કવોડ સાથે MIG-21ની ઉડાનથી શરૂ થયુ હતુ અને પછી તે એરબેસ પર તે સ્કવોડ્રન સાથે જ સમાપ્ત થયુ. પૂર્વ એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાએ 13 સપ્ટેમ્બરે 23 વર્ગ, હલવારામાં વાયુ સેના પ્રમુખના રૂપમાં એક લડાકુ વિમાનમાં પોતાની અંતિમ ઉડાન ભરી હતી.

સપ્ટેમ્બર 2019માં આરકેએસ ભદૌરિયાએ પદ સંભાળ્યુ હતુ

એર ચીફ માર્શલ ભદૌરિયાએ સપ્ટેમ્બર 2019માં વાયુસેના પ્રમુખનું પદ સંભાળ્યુ હતુ. ભદૌરિયાને જૂન 1980માં ભારતીય વાયુસેનાની લડાકુ શાખામાં સામેલ કરવામાં આવ્યા હતા અને તે કેટલાક પદો પર રહ્યા. રાષ્ટ્રીય રક્ષા એકેડમીના પૂર્વ વિદ્યાર્થી ભદૌરિયાએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રતિષ્ઠિત ‘સ્વૉર્ડ ઓફ ઓનર’ એવોર્ડ પણ જીત્યો. આશરે ચાર દાયકાની સેવા દરમિયાન ભદૌરિયાએ જગુઆર સ્કવોડ્રન અને એક મુખ્ય વાયુ સેના સ્ટેશનનું નેતૃત્વ કર્યુ. આ સિવાય તેમણે જીપીએસનો ઉપયોગ કરી જગુઆર વિમાનમાંથી બોમ્બમારો કરવાની રીત શોધી કાઢી હતી. આ વર્ષ 1999માં ઓપરેશન સફેદ સાગરમાં જગુઆર વિમાનમાં બોમ્બમારાની ભૂમિકા સાથે ખાસ રીતે જોડાયેલુ છે.

કોણ છે વીઆર ચૌધરી?

વીઆર ચૌધરી ભારતીય વાયુસેનામાં 1982માં સામેલ થયા હતા અને ફાઇટર સ્ટ્રીમથી સબંધ રાખે છે. તે મિગ-29 ફાઇટર જેટના પાયલટ રહી ચુક્યા છે અને ગત 39 વર્ષની કરિયરમાં કેટલીક કમાન અે સ્ટાફની નિયુક્તી કરી ચુક્યા છે. તે આ પહેલા સુધી સહ-વાયુસેના પ્રમુખ તરીકે તૈનાત હતા. આ પહેલા તે એરફોર્સ એકેડમીમાં ઇસ્ટ્રક્ટરના પદ પર પણ પોતાની સેવા આપી ચુક્યા છે.

(5:03 pm IST)