Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

આર્થિક રાજધાની મુંબઇની કેઇએમ હોસ્પિટલના 23 એમબીબીએસ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા

23 વિદ્યાર્થીમાંથી કેટલાકમાં કોરોનાના લક્ષણ મળ્યા છે, જ્યારે કેટલાકમાં ગંભીર લક્ષણ સામે આવ્યા

મુંબઇ: આર્થિક રાજધાની મુંબઇની કેઇએમ હોસ્પિટલના 23 એમબીબીએસ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે. આ તમામ વિદ્યાર્થીઓએ કોરોના વેક્સીનના ઓછામાં ઓછા એક ડોઝ લઇ લીધો હતો. 23 વિદ્યાર્થીમાંથી કેટલાકમાં કોરોનાના લક્ષણ મળ્યા છે, જ્યારે કેટલાકમાં ગંભીર લક્ષણ સામે આવ્યા છે. જેમાંથી બે વિદ્યાર્થીઓની સારવાર માટે સેવન હિલ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે અન્ય વિદ્યાર્થીઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

મુંબઇના મેયર કિશોરી પેટનેકરે જણાવ્યુ કે સંક્રમણના આ કેસ કૉલેજની અંદર થયેલા કોઇ સાંસ્કૃતિક અથવા રમત સમારંભનું પરિણામ છે. કેઇએમ હોસ્પિટલ મુંબઇની મોટી હોસ્પિટલમાંથી એક છે. આ હોસ્પિટલ પર કોરોના વૉરિયર્સનું સમ્માન કરતા વાયુસેનાએ ફૂલોનો વરસાદ પણ કર્યો હતો.

મહત્વપૂર્ણ છે કે મુંબઇમાં ફરી એક વખત કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. બુધવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સંક્રમણના 3,187 નવા કેસ સામે આવ્યા હતા અને 49 દર્દીના મોત થયા હતા.

આ સાથે જ સંક્રમણના કુલ કેસ વધીને 65,47,793 થઇ ગયા છે અને મૃતકોની સંખ્યા 1,39,011 પર પહોચી ગઇ છે.

વાત જો આખા મહારાષ્ટ્રની કરીએ તો બુધવારે અહી 5,560 નવા દર્દીની પૃષ્ટી થઇ હતી જ્યારે 163 સંક્રમિતોએ દમ તોડી નાખ્યો હતો. સૌથી વધુ મોત પૂણે વિસ્તારમાં થઇ છે. સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યુ કે 6,944 દર્દીઓએ સંક્રમણને હરાવ્યુ છે. જે બાદ સંક્રમણથી મુક્ત થનારા લોકોની સંખ્યા 61,66,620 પહોચી ગઇ છે.

તેમણે જણાવ્યુ કે રાજ્યમાં કોવિડ-19ના કુલ કેસ 63,69,002 થઇ ગયા છે જ્યારે મૃતકની સંખ્યા 1,34,364 પહોચી ગઇ છે. મંગળવારે સંક્રમણના 5,609 નવા કેસ મળ્યા હતા અને 137 સંક્રમિતોનો જીવ ગયો હતો. અધિકારી અનુસાર, રાજ્યમાં બુધવારે સંક્રમણની સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા 64,570 રહી ગઇ છે.

(6:47 pm IST)