Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

સેન્સેક્સમાં ૨૮૭, નિફ્ટીમાં ૯૩ પોઈન્ટનો કડાકો નોંધાયો

ફ્યુચર-ઓપ્શન ડેરિવેટિવની એક્સપાયરીની અસર : શાંઘાઈ અને સિયોલમાં શેર બજાર તેજી સાથે બંધ થયા, હોંગકોંગ અને ટોક્યોમાં ગિરાવટ સાથે બંધ થયા

મુંબઈ, તા.૩૦ : ફ્યુચર અને ઓપ્શન ડેરિવેટિવની એક્સપાયરીની વચ્ચે સ્થાનિક શેર બજાર ગુરૂવારે સતત ત્રીજા સત્રમાં ગિરાવટ સાથે બંધ થયા હતા. સેન્સેક્સ ૨૮૬.૯૧ પોઈન્ટ અથવા .૪૮ ટકાની તૂટ સાથે ૫૯,૧૨૬.૩૬ પોઈન્ટના સ્તરે પર બંધ થયો. નિફ્ટી પમ ૯૩.૧૦ પોઈન્ટ એટલે કે .૫૩ ટકાની ગિરાવટ સાથે ૧૭,૬૧૮.૨૦ પોઈન્ટના સ્તરે બંધ થયો. નિફ્ટી પર પાવર ગ્રિડ, એક્સિસ બેક્ન, એશિયન પેઈન્ટ્સ, આયશર મોટર્સ અને હીરો મોટોકોર્પના શેરોમાં સૌથી વધુ નુકશાન જોવા મળ્યું. બીજી બાજુ બજાજ ફિનસર્વ, બજાજ ફાયનાન્સ, સન ફાર્મા, એનટીપીસી અને ટાટા મોટર્સના શેરોમાં સર્વાધિક ઊછાળો જોવા મળ્યા સેક્ટોરલ ફ્રન્ટની વાત કરવામાં આવે તો રિયાલિટી, ફાર્મા, પાવર અને પીએસયૂ બેક્નિંગ સેક્ટરમાં લેવાલી જોવા મળી. તો વળી ઓટો, બેક્ન, આઈટી, મેટલ કંપનીઓના શેરોમાં વેચવાલી જોવા મળી.

બીએસઈ સેન્સેક્સ પર પાવરગ્રિડ, એશિયન પેઈન્ટ્સ, એક્સિસ બેક્ન, બજાજ ઓટો અને એસબીઆઈના સેરોમાં સૌથી વધુ ગિરાવટ જોવા મળી, ઉપરાંત કોટક મહિન્દ્રા બેક્ન, આઈસીઆઈસીઆઈ બેક્ન, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટેક મહિન્દ્રા, લાર્સન એન્ડ ટૂબ્રો, ઈન્ફોસિસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ડસઈન્ડ બેક્ન, આઈઈટીસી, ભારતી એરટેલ, મારુતિ, ટાટા સ્ટીલ, ટીસીએસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રી, નેસ્લે ઈન્ડિયા અને એચસીએલ ટેકના શેર લાલ નિશાન સાથે બંધ થયા.

સેન્સેક્સ પર બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, એનટીપીસી, સનફાર્મા, હિન્દુસ્તાન યૂનિલિવર લિમિટેડ, ટાઈટન, એચડીએફસી, એચડીએફસી બેક્ન અને ડોક્ટર રેડ્ડીસના શેર લીલા નિશાન સાથે બંધ થયા. કારોબારીઓના અનુસાર મંથલી ફ્યૂચર્સ એન્ડ ઓપ્શન્સ (એપએન્ડઓ) કોન્ટ્રાક્ટ્સની એકસ્પાયરીથી સત્ર દરમિયાન ઊતાર-ચઢાવ જોવા મળ્યો.

આનંદ રાઠીમાં પ્રમુખ-ઈક્વિટી રિસર્ચ (ફંડામેન્ટલ) નરેન્દ્ર સોલંકીએ કહ્યું કે ચીનના સત્તાવાર આંકડાઓના લીધે વિનિર્માણ ગતિવિધિઓમાં જોરદાર ગિરવાટને લીધે એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. એની અસર સ્થાનિક શેર બજારો પર પણ જોવા મળી. બપોરના સત્રમાં કન્ઝ્યુમર ડ્યૂરેબલ્સ, રિયલિટી અને ટેલિકોમ સ્ટોકમાં લેવાલીથી સ્થાનિક શેર બજાર એક સમયે લીલા નિશાન પર આવી ગયા હતા.

અન્ય એશિયન બજારોની વાત કરવામાં આવે તો શાંઘાઈ અને સિયોલમાં શેર બજાર તેજી સાથે બંધ થયા. તો વળી હોંગકોંગ અને ટોક્યોમાં ગિરાવટ સાથે બંધ થયા. યૂરોપિયન બજારોમાં બપોરના સત્રમાં તેજી જોવા મળી રહી હતી.

(7:11 pm IST)