Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

ગોલકીપર અમરિંદર સિંહ ભૂલથી ટેગ કરાતા નારાજ

હોકી ખેલાડી માટે મુશ્કેલી ઊભી થઈ : ગોલકીપરને રાજકારણ સાથે લેવા દેવા નથી પણ તેનુ નામ પણ અમરિન્દર હોઈ લોકો તેને ભૂલથી ટેગ કરે છે

ચંદિગઢ, તા.૩૦ : પંજાબના રાજકારણમાં થઈ રહેલી ઉથલ પાથલ વચ્ચે ભારતીય ફૂટબોલ ટીમનો ગોલકીપર પરેશાન થઈ ગયો છે. તેણે લોકોને એક ખાસ અપીલ કરી છે. આમ તો ગોલકીપરને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી પણ તેનુ નામ પણ અમરિન્દર સિંહ હોવાથી લોકો સોશિયલ મીડિયા પર કેપ્ટન અમરિન્દર સિંહની જગ્યાએ ભૂલથી તેને ટેગ કરી રહ્યા છે.

ગોલકીપર અમિરન્દર સિંહે પોતે સોશિયલ મીડિયા પર અપીલ કરી છે કે, ડીયર ન્યૂઝ મિડિયા અને પત્રકારો, હું અમરિન્દર સિંહ છું અને તે પણ ભારતીય ટીમનો ગોલકીપર, નહી કે પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દરસિંહ, પ્લીઝ મને ટેગ કરવાનુ બંધ કરો.

અમરિન્દરસિંહ અને કેપ્ટન અમરિન્દરસિંહના ટ્વિટર હેન્ડલના નામમાં વધારે ફરક નહીં હોવાના કારણે પ્રકારની મુંઝવણ ઉભી થઈ છે. જોકે મેસેજ બાદ સોશિયલ મીડિયા યુઝર મજા લઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય ફૂટબોલ ટીમ સાર્ક દેશોની ટુર્નામેન્ટમાં ઓક્ટોબરથી ભાગ લેવાની છે. ટુર્નામેન્ટ માલદીવમાં રમાનારી છે.

(7:15 pm IST)