Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

ગુજરાતના દરિયાકાંઠે તેમજ ઉત્તર પૂર્વ અરબ સાગરમાં ડિપ્રેશન ઉત્તર પૂર્વીય અરબી સમુદ્રમાં અને નજીકના કચ્છ પરનું ડિપ્રેશન છેલ્લા 3 કલાક દરમિયાન 28 કિમિ પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું

આગામી ૧૨ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર ઉપર પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધીને તીવ્રતામાં વધારો થઈને “ ડીપ ડીપ્રેશન “ બને તેવી સંભાવના: ભારતીય કિનારેથી દૂર જતા પાકિસ્તાન-મકરન દરિયાકાંઠે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા: ક્યાં ગાજવીજ પડશે વરસાદ : પવનની કેટલી રહેશે ઝડપ: દરિયાની સ્થતિ અને માછીમારોને ચેતવણી સહિતની હવામાનની ઉપયોગી જાણકારી

અમદાવાદ : ગુજરાતના દરીયાકાંઠે તેમજ ઉત્તર પૂર્વ અરબ સાગર માં “ ડીપ્રેશન ” ઉત્તરપૂર્વીય અરબી સમુદ્ર અને નજીકના કચ્છ પરનું ડિપ્રેશન છેલ્લા 3 કલાક દરમિયાન લગભગ ૨૮ કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજે 30 મી સપ્ટેમ્બર, 2021 ના રોજ ગુજરાતના દરિયાકાંઠે ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર 22.7 અક્ષાંશ ° N અને રેખાંશ 68.6 ° E, દેવભૂમિ દ્વારકા (ગુજરાત) થી લગભગ ૬૦ કિમી પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ, કરાચી (પાકિસ્તાન) થી ૨૮૦ કિમી પૂર્વ-દક્ષિણ-પૂર્વ અને ચાબહાર પોર્ટ (ઈરાન) થી ૮૬૦ કિમી પૂર્વ-દક્ષિણ-પૂર્વમાં કેન્દ્રિત હતું.

તે આગામી ૧૨ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર ઉપર પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી ને તીવ્રતા માં વધારો થઈ ને “ ડીપ ડીપ્રેશન “ બને તેવી સંભાવના છે. ત્યાર બાદ તે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી ને આગામી 24 કલાક દરમિયાન વધુ તીવ્ર થઈ ચક્રવાતી તોફાન થવાની સંભાવના છે. ત્યારબાદ તે ભારતીય કિનારેથી દૂર જતા પાકિસ્તાન-મકરન દરિયાકાંઠે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

ચેતવણીઓઃ

સૌરાષ્ટ્ર - કચ્છ ના દેવભૂમી દ્વારકા, જામનગર,કચ્છ માં કેટલાક સ્થળોએ ભારે થી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર ના પોરબંદર, જુનાગઢ, રાજકોટ માં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ અને દીવમાં છૂટા છવાયા સ્થળોએ પવન ની૪૦ થી ૬૦ કીલો મીટર પ્રતિ કલાક ની ઝડપે હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે થવાની સંભાવના છે.

પવન

આજ સાંજ સુધી માં ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ૪૫ થી ૫૫ કીલોમીટર પ્રતિ કલાક ની ઝડપે જે વધી ને ૬૫ કીલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે તેવો તોફાની પવન ફૂંકાવવાની સંભાવના છે.અને મધ્ય પૂર્વ અરબ સાગર તેમજ ઉત્તર-મહારાષ્ટ્રના દરિયાકાંઠે ૪૦ થી ૫૦ કીલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે વધીને ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપ સુધી પહોંચી શકે તેવો તોફાની પવન ફૂંકાવવાની સંભાવના છે.

આજ સાંજ ૩૦ સપ્ટેમ્બર થી મોડી રાત સુધી માં પવન ની ઝડપ ધીમે ધીમે વધી ને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પવન ની ઝડપ પ૦ થી ૬૦ કીલોમીટર પ્રતિકલાક જે વધી ને ૭૦ કીલોમીટર પ્રતિ કલાક સુધી

પહોંચી શકે છે તેમજ મધ્ય પૂર્વ અરબ સાગર તેમજ ઉત્તર-મહારાષ્ટ્રના દરિયાકાંઠે ૪૫ થી ૫૫ કીલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે વધીને ૬૫ કિમી પ્રતિ કલાકની ઝડપ સુધી પહોંચી શકે તેવો તોફાની પવન ફૂંકાવવાની સંભાવના છે.

તારીખ ૦૧ ઓકટોબર ની સાંજે તોફાની પવન ની ઝડપ વધીને ઉત્તર પૂર્વ તેમજ ઉત્તર પશ્ચીમ અરબ સાગર અને પાકિસ્તાન મકરાન ના દરિયાકાંઠે ૯૦ થી ૧૦૦ કીલોમીટર પ્રતિ કલાક જે વધીને ૧૧૦ કીલોમીટર પ્રતિકલાક થઇ શકે છે .ગુજરાત ના દરિયાકાંઠે ૭૦ થી ૮૦ કીલોમીટર પ્રતિકલાક,જે વધી ને ૯૦ કીલોમીટર પ્રતિ કલાક અને મધ્ય અરબ સાગર માં ૪૦ થી ૫૦ કીલોમીટર પ્રતિ કલાક થી વધીને ૬૦ કીલોમીટર પ્રતિ કલાક ની ઝડપે તોફાની પવન ફૂંકાવવાની સંભાવના છે.

૨ ઓક્ટોબર ના રોજ ઉત્તર અરબ સાગર તેમજ પાકિસ્તાન મકરાન ના તટીય વિસ્તાર માં તોફાની પવન ૯૦ થી ૧૦૦ કીલોમીટર પ્રતિ કલાક ની ઝડપે તેમજ વધીને ૧૧૦ કીલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ શકે છે. ઉત્તર ગુજરાત ના તટીય વિસ્તાર ૬૦ થી ૭૦ કીલોમીટર પ્રતિ કલાક થી વધી ને કીલોમીટર પ્રતિ કલાક ની ઝડપે તોફાની પવન ફૂંકાવવાની સંભાવના છે.

દરિયા ની સ્થીતિ:

30 સપ્ટેમ્બર 2021 ની સાંજ સુધી ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર અને પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર અને ગુજરાતના તટીય વિસ્તાર અને ઉત્તર-મહારાષ્ટ્રના દરિયાકાંઠો ખૂબજ તોફાની રહેશે.ત્યારબાદ ઉત્તર પૂર્વ અરબ સાગર ગુજરાત ના તટીય વિસ્તાર તેમજ મધ્ય પૂર્વ અરબ સાગર તેમજ પાકિસ્તાન ના તટીય વિસ્તાર માં ઊંચા મોજા ઊછળે તેવી શક્યતા છે. તારીખ ૦૧ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ ઉત્તર મહારાષ્ટ્ર ના તટીય વિસ્તાર માં દરિયાકાંઠો ખૂબજ તોફાની રહેશે.

૦૨ ઓક્ટોબર ના રોજ ઉત્તર પાકિસ્તાન – મકરાન ના તટીય વિસ્તાર માં ખૂબજ ઊંચા મોજા ઊછળે તેવી શક્યતા છે અને મધ્ય અરબ સાગરમાં ઊંચા મોજા તેમજ ઉત્તર ગુજરાત ના તટીય વિસ્તાર માં દરિયાકાંઠો ખૂબજ તોફાની રહેશે.

માછીમારો માટેની ચેતવણી:

ઉત્તર અને મધ્ય અરબ સાગર માં ૩૦ સપ્ટેંબર થી ૦૨ ઓક્ટોબર ૨૦૨૧ સુધી માં દરિયો ન ખેડવાની સંભાવના છે.

(7:48 pm IST)