Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

પંજાબ કોંગ્રેસનો વિખવાદ શાંત થયો ? : નવજોત સિંહ સિદ્ધૂ માની ગયા ! :મુખ્યમંત્રી ચન્ની વચ્ચે થઇ સમજૂતિ

પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યા બાદ નવજોત સિંહ સિદ્ધૂએ રાજ્ય સરકારને જ નિશાના પર લીધી હતી

પંજાબમાં કોંગ્રેસ પાર્ટીની અંદર રાજકીય વિખવાદ હવે શાંત થયો હોય તેમ લાગી રહ્યુ છે. પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યા બાદ નવજોત સિંહ સિદ્ધૂએ રાજ્ય સરકારને જ નિશાના પર લીધી હતી. આજે નવજોત સિંહ સિદ્ધૂએ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની સાથે મુલાકાત કરી હતી, જે બાદ બન્ને વચ્ચે સમજૂતિ થઇ છે.

આ પહેલા મુખ્યમંત્રી ચન્ની સાથે મુલાકાત કરવા પહોચેલા સિદ્ધૂએ ટ્વીટ કર્યુ કે ડીજીપી આઇપીએસ સહોતા બાદલ સરકાર હેઠળ કેસની તપાસ કરી રહેલી એસઆઇટીના પ્રમુખ હતા, તેમણે બે શિખ યુવકોને ખોટી રીતે આરોપ લગાવ્યો અને બાદલને ક્લીનચિટ આપી હતી. વર્ષ 2018માં મે કોંગ્રેસના મંત્રીઓ, તત્કાલીન પીસીસી અધ્યક્ષ અને વર્તમાન ગૃહમંત્રીની સાથે ન્યાયની લડાઇમાં અમારા સમર્થનનું આશ્વાસન આપ્યુ હતુ.

સીએમ ચન્નીએ કહ્યુ હતુ, “મે આજે સિદ્ધૂ સાહેબ સાથે ટેલીફોન પર વાત કરી છે. પાર્ટી સર્વોચ્ચ છે. સરકાર પાર્ટીની વિચારધારાને સ્વીકાર કરે છે અને તેનું પાલન કરે છે. (મે તેમણે કહ્યુ કે) તમે આવો, બેસો અને વાત કરો.”

નવજોત સિંહ સિદ્ધૂએ ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી હતી કે મુખ્યમંત્રીએ તેમણે વાતચીત માટે બોલાવ્યા છે. ચંદીગઢના પંજાબ ભવનમાં તે મુખ્યમંત્રીને મળશે.

(7:56 pm IST)