Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

ભાઈએ પોતાની સગી બહેન પર ગુજાર્યો બળાત્કાર : પીડીતાએ શિશુને જન્મ આપ્યો તો ભાઈએ દફનાવી દીધું : કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

પીડિતાએ કહ્યું કે ભાઈના ડર અને સમાજમાં ટિકા થવાના કારણે તેણે ખોટી જાણકારી પોલીસને આપી હતી. તેણે પોતાના માતા-પિતાને ભાઈને કરતૂત જણાવી ન હતી.

છત્તીસગઢમાં આવેલ બાલોદ જિલ્લામાં એક ભાઈએ પોતાની સગી બહેન પર બળાત્કાર ગુજારતા કોર્ટે તેને 10 વર્ષની સજા ફટકારી છે. જો કે, તેની બહેન ગર્ભવતી બનતા તેને ભાઈએ ડરાવી-ધમકાવીને તેને ચૂપ કરાવી દીધી હતી. પીડિતાને નવજાત શિશુને જન્મ આપ્યો તો આરોપીએ પોલીસને સૂચના આપ્યા વગર દફનાવી દીધું હતું. નવેમ્બર 2016ના આ મામલામાં કોર્ટે તેને 10 વર્ષની સજા ફટકારી છે.

આ ઘટના બાદ કોર્ટે આરોપી ભાઈને 10 વર્ષની સજા સાથે 5 હજાર રૂપિયાના દંડ કર્યો છે. ઘરમાં માતા-પિતા હાજર ન રહેતા હતા ત્યારે આરોપી રમવાના બહાને પોતાની બહેનને રૂમમાં લઇ જતો હતો અને તેની સાથે શારીરિક સંબંધ બનાવતો હતો. ઘણી વખત શારિરીક સંબંધ બનાવ્યા પછી પીડિતા ગર્ભવતી બની હતી. આ પછી પ્રવસ પીડા થવા પર સગીરને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યા તેણે મૃત બાળકને જન્મ આપ્યો હતો.

પીડિતાએ પોલીસને આપેલ નિવેદનમાં જણાવ્યું છે કે, તે કોઇ કામ માટે ખેતરમાં ગઈ હતી. આ દરમિયાન એક અજાણ્યા વ્યક્તિએ મો પર કપડું બાંધીને બળાત્કાર કર્યો હતો. જેના કારણે તેનો માસિક ધર્મ અટકી ગયો હતો. પોલીસને નિવેદન પર શંકા ગઈ તો તેમણે મૃત નવજાતની લાશ બહાર કાઢી અને ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો. તે સમયે સાચી જાણકારી બહાર આવી હતી. આ પછી પીડિતાએ કહ્યું કે ભાઈના ડર અને સમાજમાં ટિકા થવાના કારણે તેણે ખોટી જાણકારી પોલીસને આપી હતી. તેણે પોતાના માતા-પિતાને ભાઈને કરતૂત જણાવી ન હતી.

(8:03 pm IST)