Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

દેશમાં એક્ટિવ કેસ ઘટયા : રિકવરી રેટ 98 ટકા સુધી પહોંચ્યો : લોકોએ કોવીડ પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી : સ્વાસ્થ્ય મંત્રાલય

ભીડથી દૂર રહેવું અને શારીરિક અંતર બનાવી રાખે અને ફેસ માસ્કનો ઉપયોગ કરવો

નવી દિલ્હી :  કેન્દ્ર સરકારે કહ્યુ કે દેશમાં એવા 18 જિલ્લા આવે છે જ્યા અઠવાડિક પૉઝિટિવિટી રેટ 5-10 ટકા બનેલો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે દેશમાં કોરોના વાયરસની સ્થિતિને લઇને જાણકારી આપતા કહ્યુ કે દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે પરંતુ કેરળમાં હજુ પણ સૌથી વધુ કેસ દર્જ કરવામાં આવી રહ્યા છે. રાજેશ ભૂષણે જણાવ્યુ કે દેશભરમાં એક્ટિવ કેસની સંખ્યામાં રકમી જોવા મળી રહી છે આ સાથે જ રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે કહ્યુ કે દેશમાં રિકવરી રેટ 98 ટકા સુધી પહોચી ચુક્યો છે.

રાજેશ ભૂષણે જાણકારી આપી કે દેશમાં સાપ્તાહિક સક્રિયતા 5-10 ટકા છે. ભૂષણે કહ્યુ કે તહેવારની સિઝન આવી રહી છે, અમે બધાને અપીલ કરીએ છીએ કે તે ભીડથી દૂર રહે અને શારીરિક અંતર બનાવી રાખે અને ફેસ માસ્કનો ઉપયોગ કરે. સ્વાસ્થ્ય સચિવે એમ પણ કહ્યુ કે લોકો કોવિડના અનુકૂળ વ્યવહારનું પાલન કરતા તહેવાર મનાવીએ.

કેન્દ્રીય સચિવે કહ્યુ કે કેરળમાં સૌથી વધુ 1,44,000 એક્ટિવ કેસ છે જે દેશના કુલ એક્ટિવ કેસના 52 ટકા છે. મહારાષ્ટ્રમાં 40,000 એક્ટિવ કેસ છે. તમિલનાડુમાં 17,000 એક્ટિવ કેસ છે, મિઝોરમમાં 16,800 એક્ટિવ કેસ છે. કર્ણાટકમાં 12,000 અને આંધ્ર પ્રદેશમાં 11,000થી કેટલાક વધુ કેસ છે.

બલરામ ભાર્ગવે કહ્યુ કે ડેંગૂ વેક્સીન એક મહત્વપૂર્ણ એજન્ડા છે. દેશમાં કેટલાક ડેંગૂના કેટલાક વેરિઅન્ય છે જેને લઇને ભારતમાં કેટલીક કંપનીઓમાં લાયસન્સ આપવામાં આવ્યા છે. કેટલીક કંપનીઓએ અન્ય દેશોમાં ટ્રાયલ કર્યા છે. અમે કેટલાક મહત્વના ટ્રાયલ કરવાની યોજના બનાવી રહ્યા છીએ.

ભાર્ગવે જણાવ્યુ કે તમામ રીતના ડેટાને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી ક્લિયરન્સ થયુ. આ ડેટા જોવામાં આવી રહ્યો છે, જેની પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને નિર્ણય લેવાનો છે.

(8:06 pm IST)