Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

રાજસ્થાન સરકારનો મોટો નિર્ણય : દિવાળી તહેવારમાં પ્રદુષણ ના ફેલાય એ માટે 31 જાન્યુઆરી સુધી ફટાકડા ફોડવા અને ખરીદી પર પ્રતિબંધ લાદ્યો

રાજ્યના લોકોને વાયુ પ્રદૂષણથી મુક્ત કરવા માટે જાન્યુઆરી 2022 સુધી ફટાકડા ફોડવા અને ખરીદી પર સંપૂર્ણ પ્રતિબંધ મુક્યો

રાજસ્થાન સરકારે મોટો નિર્ણય કર્યો છે, આગામી કેટલાક મહિનાઓમાં કોરોનાની ત્રીજી લહેરની પ્રબળ સંભાવના છે. જેના લીધે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવામાં પ્રદૂષણ ના ફેલાય તે માટે 1 ઓક્ટોબર થી 31 જાન્યુઆરી 2022 સુધી ફટાકડા ફોડવા અને ફટાકડાની ખરીદી પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

રાજ્ય સરકારે કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાના લીધે દિવાળી અને નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને આવતા વર્ષે જાન્યુઆરી સુધી ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે આ સંદર્ભમાં જાહેરનામું બહાર પાડ્યું છે.અશોક ગેહલોત સરકારે એક આદેશ જારી કર્યો છે કે નિષ્ણાતોએ આગામી કેટલાક મહિનાઓમાં કોરોનાના ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી છે. આવી સ્થિતિમાં રાજ્યના લોકોને વાયુ પ્રદૂષણથી મુક્ત કરવા માટે જાન્યુઆરી 2022 સુધી ફટાકડા ફોડવા અને ખરીદી પર સંપૂર્ણ પ્રતિબંધ મુક્યો છે. જાહેરનામામાં સરકારે એમ પણ કહ્યું છે કે આ સમયગાળા દરમિયાન કોઈએ ફટાકડા ફોડવા માટે મંજૂરી આપવી જોઈએ નહીં.

(9:11 pm IST)