Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

દેશમાં 18 વર્ષથી ઉપરના 25 ટકા લોકોને કોરોના રસીના બંને ડોઝ આપી દેવાયા:6 રાજ્યોમાં તમામ નાગરિકોએ પહેલો ડોઝ લઇ લીધો

દેશના 10 રાજ્યોમાં 80 ટકા, 15 રાજ્યોમાં 60થી 80 ટકા જ્યારે 7 રાજ્યોમાં 60થી ઓછા લોકોને પહેલો ડોઝ લાગી ચુક્યા

નવી દિલ્હી :  કોરોના વિરુદ્ધ જારી વેક્સિનેસન અભિયાન ભારતમાં ઝડપથી આગળ વધી રહ્યો છે. દેશમાં 18 વર્ષથી ઉપરના 25 ટકા લોકોને કોરોના રસીના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે. જ્યારે 6 રાજ્યોમાં બધા નાગરિકોને પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે.

  મળતી માહિતી મુજબ 10 રાજ્યોમાં 80 ટકા, 15 રાજ્યોમાં 60થી 80 ટકા જ્યારે 7 રાજ્યોમાં 60થી ઓછા લોકોને પહેલો ડોઝ લાગી ચુક્યા છે. તે પછી અર્બન એરિયામાં કુલ 26.95 લોકોનું રસીકરણ અને રૂરલ એરિયામાં 49.31 લોકોનું રસીકરણ થઈ ચુક્યું છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડાયરેક્ટર જનરલ ડો.બલરામ ભાર્ગવે બૂસ્ટર ડોઝનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે હાલમાં બૂસ્ટર ડોઝ પર કોઈ વિચારણા કરવામાં આવશે નહીં. પહેલા તમામ લોકોને બંને ડોઝ આપવા ભારતની પ્રાથમિકતા છે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર મહિનામાં ભારત પાસે 27-28 કરોડ રસીના ડોઝ હશે. તેમા zydus અને બાયોલોજિકલ ઈની રસી ઉપલબ્ધ નથી.

કેન્દ્રીય સચિવે જણાવ્યું કે કેરળમાં સૌથી વધુ 1,44,000 સક્રિય કેસ છે, જે દેશમાં કુલ સક્રિય કેસોનો 52 ટકા છે. મહારાષ્ટ્રમાં 40,000 સક્રિય કેસ છે. તમિલનાડુમાં 17,000 સક્રિય કેસ છે, મિઝોરમમાં 16,800 સક્રિય કેસ છે, કર્ણાટકમાં 12,000 અને આંધ્રપ્રદેશમાં 11,000 થી વધુ કેસ છે.

તે જ સમયે, આઈસીએમઆરના ડીજી ડો.બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે બિન-આવશ્યક મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવે છે અને ઓછામાં ઓછું આ વર્ષે તહેવાર થોડો સંયમ સાથે ઉજવો.

(10:40 pm IST)