Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

સ્વેતા તિવારીને કોર્ટે આપ્યો ઝટકો : અભિનવ કોહલીને મળી પુત્રને મળવાની પરવાનગી

સામાન્ય દિવસોમાં અડધો કલાક વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી શકે: સપ્તાહના અંતે 2 કલાક મળવાનો સમય પણ આપ્યો

મુંબઈ : અભિનેત્રી શ્વેતા તિવારીને તાજેતરમાં હોસ્પિટલમાં દાખલ કરાઈ છે દરમિયાન શ્વેતાના પતિ અભિનવ કોહલીને કોર્ટમાંથી રાહત મળી છે. હવે કોર્ટે અભિનવ કોહલીને તેના પુત્ર રેયાંશ સાથે મળવાની અને વાત કરવાની મંજૂરી આપી છે.

અભિનવ લાંબા સમયથી તેમના પુત્રને મળી શક્યો ન હતો. આવી સ્થિતિમાં અભિનવ કોહલીને પુત્રને મળવાની પરવાનગીથી ખૂબ જ ખુશ છે અને તેમણે આ મહત્વના નિર્ણય માટે કોર્ટનો આભાર પણ વ્યક્ત કર્યો છે.

મુંબઈ હાઈકોર્ટે અભિનવ કોહલીને રાહત આપી છે. અભિનવને રાહત આપતા કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તે સામાન્ય દિવસોમાં અડધો કલાક વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી શકે છે. તે જ સમયે સપ્તાહના અંતે 2 કલાક મળવાનો સમય પણ આપવામાં આવ્યો છે.

અભિનવ કોહલીએ ડિસેમ્બર મહિનામાં પત્ની અને અભિનેત્રી શ્વેતા તિવારી વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. અભિનવે આરોપ લગાવ્યો હતો કે શ્વેતા તેને પોતાના બાળકને મળવા દેતી નથી. આ સાથે તેમણે તેમના પુત્રની કસ્ટડી પણ માંગી હતી. અભિનવે તે સમયે એમ પણ કહ્યું હતું કે તેમને તેમના બાળકને મળવા દેવો જોઈએ.

(12:07 am IST)