Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દાંડીયાત્રામાં જોડાશે : ગુરુવારે સુરત પહોંચશે

3.55 કલાકે સુરતના છાપરાભાઠા ખાતે દાંડી પદયાત્રીઓની મુલાકાત લઈ તેમની સાથે યાત્રામાં જોડાશે

સુરત: આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત તા.12મી માર્ચના રોજ અમદાવાદ ખાતેથી પ્રારંભ થયો હતો. હવે આઝાદીના અમૃત મહોત્સવમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ જોડાશે. તેઓ 1લી એપ્રિલથી છાપરાભાઠા ખાતે દાંડીપદયાત્રીઓની મુલાકાત લશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સુરત એરપોર્ટથી ભોપાલ રવાના થશે.

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત તા.12મી માર્ચના રોજ અમદાવાદના સાબરમતિ આશ્રમ ખાતેથી દાંડી યાત્રાની શરૂઆત થઈ હતી. હવે આ દાંડી યાત્રા સુરત પહોંચી છે. દાંડીયાત્રામાં ભાગ લેવા મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ 1લી એપ્રિલે સુરત ખાતે પહોંચશે. તેઓ 3.55 કલાકે સુરતના છાપરાભાઠા ખાતે દાંડીપદયાત્રીઓની મુલાકાત લઈ તેમની સાથે યાત્રામાં જોડાશે. કાર્યક્રમ પૂર્ણ થતા 6 વાગ્યે સુરત એરપોર્ટથી ભોપાલ જવા રવાના થશે

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સમગ્ર દેશમાં આગામી 75 અઠવાડિયા દરમિયાન 75 કાર્યક્રમો યોજાશે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો મુખ્ય હેતુ દેશભરમાં ભાષા અને રાજ્યવાર જનજાગૃતિ અને આંદોલન પ્રેરાય, ભારતનો ભવ્ય અને ગૌરવપૂર્ણ ભૂતકાળ ઉજાગર થાય સાથે ભારતના વિકાસને દર્શાવવાનો છે

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ હાજર રહ્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની આઝાદીના 75 વર્ષ-આઝાદી કા અમૃત મહોત્સવના રાષ્ટ્રવ્યાપી ઉજવણી કાર્યક્રમોનો પ્રારંભ આઝાદી આંદોલનના મુખ્ય કેન્દ્રબિંદુ એવા સાબરમતી આશ્રમથી કરાવતા આ અમૃત મહોત્સવ 130 કરોડ ભારતવાસીઓ માટે સ્વાતંત્ર્ય સેનાનીઓની પ્રેરણા, નવા વિચારો, નવા સંકલ્પો અને નયા ભારતના નિર્માણનું અમૃત બને તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

આઝાદીની 75 મી વર્ષગાંઠના 75 અઠવાડિયા પહેલાથી શરૂ થતાં અમૃત મહોત્સવની ઉજવણી માટે 239 સભ્યોની એક સમિતિ બનાવવામાં આવી છે. તેમાં દેશભરના અગ્રણી નેતાઓ સામેલ છે. આ સમિતિની પહેલી બેઠક 8 માર્ચે થઈ હતી. ખાસ વાત એ છે કે આજે દાંડીયાત્રાની વર્ષગાંઠ છે અને આજના દિવસથી જ આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે અમૃત મહોત્સવની પીએમ મોદીએ શરૂઆત કરાવી હતી

(12:00 am IST)