Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

બેંકિંગ ફ્રોડના મામલે માત્ર 10 દિવસમાં રકમ બેંક એકાઉન્ટમાં પરત આવી જશે

ત્રણ જ દિવસમાં બેંકમાં ફરિયાદ કરવી પડશે : છેતરપિંડીનો રિપોર્ટ 4થી 7 દિવસ બાદ કરાશે તો ગ્રાહકને 25000 રૂપિયા સુધીનું નુકશાન ઉઠાવવુ પડશે : RBI એ જણાવ્યું કે શું કરવાનું રહેશે

નવી દિલ્હી :યૂપીઆઈ પેમેન્ટ, ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ, ઓનલાઈન બેંકિંગ કે પછી મોબાઈલ બેન્કીંગ એપ. રોકડ લેણદેણથી વધારે પેમેન્ટ માટે આ રીત ચલણમાં છે. આ ડિઝિટલ લેણ દેણના સમયમાં સાઈબર ફ્રોડની ઘટનાઓમાં રોકેટગતિએ વધારો થઈ રહ્યો છે. બની શકે છે કે તમે કે તમારી ઓળખાણના નજીકના લોકો બેન્કીંગ સાથે જોડાયેલા ફ્રોડનો શિકાર બન્યા હોય. તેને ઓનલાઈન ફ્રોડ, ડિઝિટલ ફ્રોડ કે સાઈબર ફ્રોડ કહેવામાં આવી રહ્યું છે. તેમાં હેકર્સ તમારા એકાઉન્ટ સાથે જોડાયેલી તમામ જાણકારી હેક કરીને તમારા ખાતમાંથી પૈસા ઉપાડી લે છે.તે બાદ તમે હાથ દબાવતા રહી જાઓ છો. પરંતુ શું તમે જાણો છો કે તમારા ખાતામાંથી ગાય થયેલા પૈસા કેવી રીતે પરત મેળવી શકાય છે ?

ભારતીય રિઝર્વ બેંકે તમારા એકાઉન્ટમાંથી ગાયબ થનારા પૈસા પરત મેળવવા માટેની રીત જણાવી છે. આરબીઆઈએ કહ્યું છે કે, જો કોઈ પણ અનધિકૃત લેણ-દેણ થાય છે તો તે બાદ તમારા તમામ પૈસા પરત મળી શકે છે. પરંતુ તેના માટે સાવધાની જરૂરી છે. આરબીઆઈ કહે છે કે, એવા કોઈ ખોટા ટ્રાન્જેક્શનની જાણકારી તુરંત આપીને તમે તમારૂ નુકશાન બચાવી શકો છો. રિઝર્વ બેંકના જણાવ્યા પ્રમાણે જો અનધિકૃત ઈલેકટ્રોનિક લેણ દેણેથી તમને નુકશાન થયું હોય અને તમે તમારી બેંકને તુરંત આ અંગેની જાણ કરો છો તો તેને અટકાવી શકાય છે, પરંતુ ક્યારેક શૂન્ય પણ થઈ શકે છે. અર્થ સ્પષ્ટ છે કે,જો તમારા ખાતામાંથી કોઈ ગેરકાયદે ટ્રેન્જેક્શન થયું છે તો તેની સૂચના તુરંત તમારી બેંકને જાણ કરો. તો તમે તમારા પૈસા પરત મેળવી શકો છો.

. બેંક ખાતામાંથી પૈસા કાઢવાની ફરિયાદ કરી દીધી તો આખરે બેંક પૈસા કેવી રીતે પરત આપશે. બેંકો તરફથી આવા સાઈબર ફ્રોડના ખતરાથી બચવા માટે ઈન્શ્યોરન્સ પોલિસી લેવામાં આવે છે. તેમાં બેંક પોતાની સાથે થયેલા ફ્રોડની સમગ્ર જાણકારી સીધી ઈન્શ્યોરન્સ કંપનીને જણાવશે અને પછી તે ઈન્શ્યોરન્સના પૈસા લઈને તમારા નુકશાનની ભરપાઈ કરશે. આવા સાઈબર ફ્રોડથી બચવા માટે ઈન્શ્યોરન્સ કંપનીના લોકોને સીધું કવરેજ આપી રહી છે.

જો તમે બેંકિંગ ફ્રોડના શિકાર થઈ રહ્યાં છો તો તમારે 3 દિવસની અંદર આ અંગે બેંકમં ફરિયાદ કરવાની રહેશે. ત્યારે જ તમને કોઈ નુકશાન નહીં થાય. આરબીઆઈએ જણાવ્યું છે કે નિર્ધારિત સમયમાં બેંકને સુચના દેવાથી ગ્રાહકના ખાતામાંથી થયેલી છેતરપિંડીથી કાઢવામાં આવેલી રકમ 10 દિવસની અંદર તેના બેંક એકાઉન્ટમાં પરત આવી જશે. જો બેંક એકાઉન્ટમાં થયેલી છેતરપિંડીનો રિપોર્ટ 4થી 7 દિવસ બાદ કરવામાં આવે છે તો ગ્રાહકને 25000 રૂપિયા સુધીનું નુકશાન ઉઠાવવુ પડશે.

(12:00 am IST)