Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

કેરાળા હાઇકોર્ટમાં આજ એક જ દિવસે ગુજરાતના ત્રણ એડવોકેટની હાજરી : કેરળ પોલીસ વિ. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કેસ અંગે દલીલ કરવા સોલિસિટર જનરલ તુષાર મહેતા ,એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુ , તથા સિનિયર કાઉન્સેલ હરીન રાવલની ઉપસ્થિતિ : આવતીકાલ બુધવારે સુનાવણી

કેરાળા : વિડિઓ કોન્ફરન્સ સુનાવણીની વિશિષ્ટતા એ છે કે  દેશના કોઈપણ રાજ્યનો વકીલ  કોઈપણ રાજ્યની  કોર્ટ સમક્ષ હાજર થઈ શકે છે . જે અંતર્ગત આજ  કદાચ આજ પહેલી વખત એક જ દિવસે ગુજરાતના ત્રણ એડવોકેટ કેરાળા હાઇકોર્ટમાં હાજર રહ્યા હોવાનો બનાવ બનવા પામ્યો છે.

જે મુજબ કેરળ પોલીસ વિ. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કેસ અંગે દલીલ કરવા સોલિસિટર જનરલ તુષાર મહેતા અને એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુ કેન્દ્ર સરકાર અને ઇડીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, જયારે સિનિયર કાઉન્સેલ હરીન રાવલ આ મામલે કેરળ સરકાર વતી  હાજર રહ્યા હતા.

એસ.જી. મહેતાએ બેંચ અને વકીલો વચ્ચે થયેલી ચર્ચા દરમિયાન બુધવારે આ મામલે સુનાવણી માટે સમર્થન આપ્યું હતું.

આ કેસ  સોનાની દાણચોરીના મુખ્ય આરોપી સ્વપ્ના સુરેશ પર મુખ્ય પ્રધાન પિનરાય વિજયનને ઘટનામાં શામેલ કરવા માટે દબાણ લાવવાને લગતો છે.  આરોપમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અનામી અધિકારીઓ વિરુદ્ધ કેરળ પોલીસ દ્વારા નોંધાયેલ એફઆઈઆરનો અહેવાલ છે.

જે અંતર્ગત એફઆઈઆર રદ કરવા માટે રાધાકૃષ્ણને હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. જે મુજબ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.

આ કેસની સુનાવણી જસ્ટિસ વી.જી.અરુણ દ્વારા કરવામાં આવી રહી છે અને આવતીકાલ  બુધવારે સવારે 11 વાગ્યે સુનાવણી હાથ ધરવામાં આવે તેવી સંભાવના છે .તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)