Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

ISISએ ૫૦ લોકોના માથા ધડથી અલગ કરી, ૧૭ ગાડીઓામં ઓપન ફાયર કર્યું

૨૪ માર્ચથી જબરજસ્ત હિંસા શરૂ થઇ ગઇ છે અને આ હિંસા પછી અહીં ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે

નવી દિલ્હી,તા. ૩૧: પાલ્મા નામના આ શહેરથી લોકો રસ્તા, બોટ અથવા ચાલીને પણ ભાગી છૂટવા માટે મજબૂર બન્યા છે. હકીકતમાં લાંબા વિદ્રોહ પછી ISISએ આ શહેર પર કબજો કરી લીધો છે. ISISના આતંકીઓએ આ શહેર પર ગયા બુધવારે હુમલો કર્યો હતો. આ હુમલામાં ડઝનો લોકોના મોત થયા છે. નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૭થી ઉત્ત્।ીર મોઝામ્બિકયુમાં લોહિયાણ સંઘર્ષ ચાલી રહ્યો છે. આફ્રિકન પ્રશાસને આ વિશે કહ્યું છે કે, આતંકીઓ ઘણાં સુનિયોજિત આયોજન સાથે હુમલો કરવામાં સફળ રહ્યા અને અત્યારે પણ આ શહેરમાંથી હજારો લોકો ગુમ છે. આ હુમલા પછી અહીંથી એક બ્રિટિશ કોન્ટ્રાકટર પણ ગુમ છે. રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે, ફિલ જે હોટલના કોમ્પલેકસમાં રહ્યા હતા તેને ISISએ ઘેરી લીધું હતું અને ત્યાં ૫૦ લોકોના માથા ધડથી અલગ કરી દેવામાં આવ્યા હતા. આ સિવાય આ આતંકીઓએ ૧૭ ગાડીઓમાં ઓપન ફાયર પણ કર્યું હતું. ૪૪ વર્ષના મિલ માવેર વિશે તેમના ભાઈ બિલે કહ્યું હતું કે, હું માત્ર એટલું જ કહી શકું એમ છું કે, મારો ભાઈ પણ એ હોટલમાં હતો જયાં ISIS દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

પાલ્માને માઈનિંગનું શહેર પણ કહેવામાં આવે છે. આ શહેરમાં આફ્રિકાનું સૌથી મોટું નેચરલ ગેસ ફિલ્ડ છે. ૭૫ હજાર કરતાં વધારે વસ્તી ધરાવતા આ શહેરની સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે. ઘણાં લોકો એવા છે જે ૧૮૦ કિમી દૂર મ્યુડામાં પોતાનો જીવ બચાવીને ભાગ્યા છે. તેઓ ઘણાં દિવસો સુધી જંગલના રસ્તે ચાલતા રહ્યા. ઘણાં વૃદ્ઘો અને બાળકો તો ચાલતા ચાલતા બેભાન પણ થઈ ગયા હતા.નોંધનીય છે કે, ઘણાં લોકો એવા પણ હતા જેમને ગેસ પ્રોજેકટ સાઈટથી કાઢવામાં આવ્યા અને તેમને બોટની મદદથી સ્થાનિક પાટનગર પેંબા મોકલવામાં આવ્યા હતા. યુએન પ્રવકતા સ્ટીફન ડુજેરિક આ વિશે વાત કરતાં કહ્યું છે કે, અમે પાલ્માની સ્થિતિ વિશે ખૂબ ચિંતિત છીએ. અહીં ૨૪ માર્ચથી જબરજસ્ત હિંસા શરૂ થઈ ગઈ છે અને આ હિંસા પછી અહીં ઘણાં બધા લોકોના મૃત્યુ થયા છે. અમે સ્થાનિક પ્રશાસન સાથે મળીને આ હિંસાથી પ્રભાવિત લોકોને મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

(10:17 am IST)