Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

મૂડીઝનો સનસનીખેજ દાવો

ભારતમાં મોંઘવારીનું સ્તર કંફર્ટ લેવલથી ઉપર

પેટ્રોલ-ડિઝલ મોંઘા હોવાથી મોંઘવારી ફાટીને ધુમાડે

નવી દિલ્હી, તા. ૩૧ :  મૂડીઝ એનાલીટીકસ અનુસાર ભારતમાં મોંઘવારી બહુ ચિંતાનો વિષય બની ગઇ છે. વોલેટાઇલ ફૂડ પ્રાઇસીઝ અને મોંઘા પેટ્રોલ ડીઝલના કારણે ગયા વર્ષે -ર૦ર૦ માં ઘણીવાર છુટક મોંઘવારીનો દર ૬% ના અપર બેંકથી પણ ઉપર જતી રહી હતી. તેના લીધે આરબીઆઇએ કોરોના મહામારી દરમિયાન પગલા લેવા પડ્યા હતાં.

ફાઇનાન્સીઅલ ઇન્ટેલીજન્સ કંપની મૂડીઝ એનાલીટીકસ અનુસાર ભારતમાં મોંઘવારીનું સ્તર અનફમ્ફર્ટેબલ હાઇ છે, મુડીઝ અનુસાર, એશિયાના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં મોંઘવારીનું સ્તર અપવાદ રૂપે બહુ વધારે છે. મોંઘા પેટ્રોલ ડીઝલના લીધે છુટક મોંઘવારીમાં હજુ વધારો થઇ શકે છે અને તેના લીધે આરબીઆઇ પર હજુ પણ દરોમાં કાપ મુકવાનું દબાણ રહેશે.

જાન્યુઆરી-ર૦ર૧માં છુટક મોંઘવારીનો દર ૪.૧ ટકા હતો જે ફેબ્રુઆરીમાં વધીને પ ટકા થયો હતો. કોર ઇન્ફલેકશન (ફૂડ, ફયુલ અને વીજળી સિવાયનો) ફેબ્રુઆરીમાં પ.૬ ટકા હતો જે જાન્યઅુારીમાં પ.૩ ટકા હતો. મૂડીઝ એનાલીટીકસ અનુસાર, એશિયામાં ફકત ભારત અને ફીલીપાઇન્સમાં જ મોંઘવારી કમ્ફર્ટ લેવલથી વધારે છે.

(11:32 am IST)