Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

ઉઇગરો પરના અત્યાચાર માટે ચીનને માફ કરવાના મુડમાં નથી અમેરીકા

બૈજીંગની કાર્યવાહીને ગણાવ્યો નરસંહાર

નવી દિલ્હીઃ ચીન સાથે વધી રહેલા તણાવ વચ્ચે અમેરીકાના જો બાઇડન પ્રશાસનને ચીનના શિનજીયાંગ પ્રાંતમાં મુસ્લીમ ઉઇગર સમુદાય અને અન્ય જાતીય અને ધાર્મીક લધુમતી સમુદાયો વિરોધી ચીની કાર્યવાહીને નરસંહાર જાહેર કર્યો હતો.

૨૦૨૦ કંટ્રી રીપોર્ટસ ઓન હયુમન રાઇટસ પ્રેકટીસીઝ રિપોર્ટમાં ચીનના શિનજીયાંગ પ્રાંતમાં ઉઇગર લધુમતી વિરૂધ્ધ કથિત માનવાધિકાર ઉલ્લંઘનો બાબતે અમેરીકન વિદેશ વિભાગે કહ્યું કે ૨૦૨૦માં શિનજીયાંગ પ્રાંતમાં મુખ્ય રૂપે મુસ્લિમ ઉઇગરો અને અન્ય જાતિથતય અને ધાર્મીક લધુમતિઓ વિરૂધ્ધ જે નરસંહાર થયો છે તે માનવતા વિરોધી અપરાધ છે.

વોશીંગ્ટન પોસ્ટના રિપોર્ટ અનુસાર ભૂતપૂર્વ અમેરીકન વિદેશ પ્રધાન માઇક પોમ્પીઓએ ટ્રમ્પ પ્રશાસનના કાર્યકાળ દરમિયાન શિન જીયાંગમાં પહેલીવાર ઓફીશ્યલ રીતે નરસંહારની જાહેરાત કરી હતી.

(3:10 pm IST)