Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

છેલ્લા બે વર્ષમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ધરપકડ કરાયેલા 1787 આરોપી નિર્દોષ જાહેર થયા : માત્ર 85 કેસમાં અપીલ થઇ : કર્ણાટક રાજ્ય સરકારે હાઇકોર્ટને આપેલી માહિતી

બેંગ્લુરુ : કર્ણાટક રાજ્ય સરકારે આજ બુધવારે હાઇકોર્ટને આપેલી માહિતી મુજબ છેલ્લા બે વર્ષમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ધરપકડ કરાયેલા 1787 આરોપી નિર્દોષ જાહેર  થયા છે. જે પૈકી માત્ર 85 કેસમાં અપીલ થઇ છે.

આની નોંધ લેતા, મુખ્ય ન્યાયાધીશ શ્રી અભય શ્રીનિવાસ ઓકા અને ન્યાયાધીશ શ્રી સૂરજ ગોવિંદરાજની ડિવિઝન બેંચે રાજ્યને એસસી / એસટી એક્ટ હેઠળ નિર્દોષ મુક્ત કરવા સામે અપીલ મોકલવાની કાર્યવાહી અંગે સ્પષ્ટતા કરવા નિર્દેશ આપ્યો હતો.

એસસી / એસટી એક્ટ અને તેના અંતર્ગત બનાવેલા નિયમોના યોગ્ય અમલીકરણની અરજીની ખંડપીઠ દ્વારા સુનાવણી થઇ રહી હતી.જે દરમિયાન રાજ્ય સરકારે ઉપરોક્ત માહિતી આપી  હતી. જે દરમિયાન આજ બુધવારે  હાઇ કોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે એસસી / એસટી એક્ટ હેઠળ અપીલ દાખલ કરવા અંગેનો નિર્ણય કોણ લે છે.જેના જવાબમાં રાજ્ય સરકારના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આ અંગે માંગણી કરે છે.

આટલા ઓછા કેસમાં જ અપીલ કેમ થાય છે તેવું નામદાર કોર્ટએ પૂછતાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે મોટા ભાગના કેસમાં સાક્ષીઓ હોસ્ટાઇલ જાહેર થાય છે.

એક્ટનો  અમલ થવા અને ન થવા અંગેનો ચાર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવા રાજ્ય સરકારને આદેશ આપવામાં આવ્યો હતો.આગામી મુદત 16 એપ્રિલ રાખવામાં આવી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(6:33 pm IST)