Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

' મધ્ય પ્રદેશ ફ્રીડમ ઓફ રિલિજીઅન એક્ટ 2020 ' : ગવર્નર આનંદીબેન પટેલે માન્યતા આપી : 26 માર્ચના રોજ માન્યતા મળતા 27 માર્ચ 2021 થી અમલમાં : ફરજીયાત ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરનારને 10 વર્ષ સુધીની જેલસજાની જોગવાઈ

ભોપાલ : ' મધ્ય પ્રદેશ ફ્રીડમ ઓફ રિલિજીઅન એક્ટ 2020  ' ને  ગવર્નર આનંદીબેન  પટેલે  માન્યતા આપી દીધી છે. 26 માર્ચના રોજ માન્યતા મળતા  27 માર્ચ 2021 થી આ એક્ટ અમલી બનાવાયો છે. જે અંગે ગેઝેટમાં પ્રસિદ્ધિ કરી દેવાઈ છે.

આ એક્ટ મુજબ ફરજીયાત ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરનારને 10 વર્ષ સુધીની જેલસજાની જોગવાઈ કરવામાં આવી છે. જે અંતર્ગત ખોટી રજૂઆત, અલૌકિકરણ , ધમકી અથવા બળનો ઉપયોગ, અયોગ્ય પ્રભાવ, જબરદસ્તી, અથવા કોઈપણ કપટપૂર્ણ માધ્યમથી લગ્ન અને તે સાથે જોડાયેલ બાબતો માટે  એક ધર્મમાંથી બીજામાં રૂપાંતર પર પ્રતિબંધ મૂકીને ધર્મની સ્વતંત્રતા પ્રદાન કરતો  અધિનિયમ અમલી કરાયો છે.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(7:13 pm IST)