Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

કર્ણાટકના મુખ્યમંત્રી યેદુરપ્પાને ઝટકો : ' ઓપરેશન કમલ ' મામલે તપાસ કરવા હાઇકોર્ટે મંજૂરી આપી : જેડીએસ ના નેતા નગન ગૌડાના પુત્ર શરણ ગૌડાએ એફઆઈઆર નોંધાવી હતી : જે રદ કરવા રાજ્ય સરકારે કરેલી અરજી નામદાર કોર્ટે ફગાવી

કર્ણાટક : કર્ણાટકના મુખ્યમંત્રી યેદુરપ્પાના કથિત વિડિઓ  ઓપરેશન કમલમાં ભાજપના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ તથા અમિત શાહ શામેલ હતા તેવું બીજેપીની  કોર કમિટીને કહેતા તેઓ સંભળાય છે. અલબત્ત વિડીઓમાં માત્ર તેમનો અવાજ સંભળાય છે.તેઓ દેખાતા નથી.

કથિત ઓડિયોમાં તેઓ એવું બોલતા જણાય છે કે ગઠબંધન સરકારના ધારાસભ્યો અસંતુષ્ટ હોવાથી ઓપરેશન કમલ હાથ ધરાયુ હતું.જેમાં  ભાજપના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ તથા અમિત શાહ શામેલ હતા .

આ વિડીઓના અનુસંધાને  જેડીએસ ના નેતા નગન ગૌડાના પુત્ર શરણ ગૌડાએ એફઆઈઆર નોંધાવી હતી .જે રદ કરવા રાજ્ય સરકારે કરેલી અરજી ધ્યાને લઇ અપાયેલો સ્ટે ઉઠાવી લઇ નામદાર કોર્ટે અરજી ફગાવી દીધી છે . તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(8:29 pm IST)