Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

એપ્રિલ મા બેન્કો 15 દિવસ બંધ રહી શકે તેવી સંભાવના : ગુડ ફ્રાઇડે, ગૂડી પડવો, રામનવમી સહીત રજાઓની હારમાળા : અમુક રજાઓ રાજ્ય પુરતી મર્યાદિત બેંકમા જતા પહેલા કેલેન્ડર જોઇ લેવુ : ડીઝીટલ ટ્રાન્ઝેક્શન શરૂ

નવી દિલ્હી  :  એપ્રિલ માસમા બેંકએ એકાંતરા ૧૫  દિવસ બંધ રહી શકે તેવી સંભાવના જણાઇ રહી છે.ચાલુ એપ્રિલમા ગુડ ફ્રાઇડે ગૂડી પડવો,રામનવમી સહીત રજાઓની હારમાળા

આવતીકાલ ગુરુવારથી 30 દિવસીય એપ્રિલ મહિનામાં 15 દિવસ તો બેન્કો બંધ રહેશે. તેથી તુરત જ કહેવાનું મન થાય કે વાહ બેન્કર્સ વાહ!. એક એપ્રિલથી નવા નાણાવર્ષનો પ્રારંભ થઇ રહ્યો છે. તેની સાથે વિવિધ કામોને લગતા નિયમોમાં પણ ફેરફાર થઇ રહ્યો છે.

આ મહિનામાં રજાઓ પણ વધુ આવી રહી છે. જેની સીધી અસર બેન્કના કામકાજ પર પડશે. એપ્રિલ મહિનામાં 4 રવિવાર અને બીજા ચોથા શનિવાર સહિત 6 દિવસ તો રજાના ખરાજ. તે ઉપરાંત પણ આશરે 9 દિવસ બેન્કમાં કામકાજ બંધ રહેશે.

જો એપ્રિલમાં બેન્કના કામકાજ હોય તો કેલેન્ડર પર નજર કરીને જજો. નહીંતર ધક્કો થશે. વીકએન્ડની 6 રજા સિવાય ક્યારે બેન્કોમાં કામ નહીં થાય અને ક્યારે રજા રહેશે? રજાની શરુઆત પહેલી એપ્રિલ થી જ થશે. જ્યારે નાણાવર્ષની શરુઆત હોવાથી ક્લોઝિંગને કારણ બેન્કોમાં કામ નહીં થાય. પછી બીજી એપ્રિલે ગુડ ફ્રાઇડે આવશે. 4 તારીખે રવિવારની રજા રહેશે. આમ મહિનાના પ્રથમ 4 પૈકી 3 દિવસ બેન્કો બંધ રહેશે. માત્ર શનિવાર 3જી એપ્રિલે બેન્ક ચાલુ રહેશે.

એપ્રિલના બેન્ક કેલેન્ડર પણ નજર

  • 1એપ્રિલે નવા નાણાવર્ષની શરુઆતમાં ક્લોઝિંગને કારણે બેન્કસેવા બંધ
  • 2જી એપ્રિલે ગુડ ફ્રાઇડે
  • 4થી એપ્રિલે રવિવારની રજા
  • 5 એપ્રિલે બાબુ જગજીવનરામ જયંતિ (કેટલાક રાજ્યોમાં રજા)
  • 6 એપ્રિલ તમાલનાડુમાં ચૂંટણીને લીધે ત્યાં રજાની સંભાવના
  • 10 એપ્રિલ બીજો શનિવાર
  • 11 એપ્રિલ રવિવારની રજા
  • 13 એપ્રિલ ગુડી પડવા/તેલુગુ નવવર્ષ/ઉગાડી/પ્રથમ નવરાત્રિ/ વૈશાખી (કેટલાક રાજ્યોમાં)
  • 14 એપ્રિલ ડો. બાબા સાહેબ જયંતિ/તમિલ નવ વર્ષ/ બિજુ તહેવાર/બોહાગ બિહુ
  • 15 એપ્રિલ હિમાચલ દિવસ/બંગાળ નવ વર્ષ/ સોરહલ (કેટલાક રાજ્યોમાં)
  • 16 એપ્રિલ બોહાગ બિહુને કારણે કેટલાક ક્ષેત્રોમાં રજા
  • 18 એપ્રિલ રવિવારની રજા
  • 21 એપ્રિલ રામ નવમી
  • 24 એપ્રિલ ચોથો શનિવાર
  • 25 એપ્રિલ રવિવારની રજા

નોંધનીય છે કે આખા દેશમાં 15 દિવસ બેન્કો બંધ નહીં રહે. કારણ કે આ નેશનલ હોલીડેઝ નથી. તેથી કેટલાક તહેવારો અમુક રાજ્યોમાં આવતા હશે તો ત્યાં બેન્કો બંધ  રહેશે.

બેન્ક હોલીડેઝ હોવા છતાં ગ્રાહકો ઘેરબેઠા ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરી શકશે. એટલે કે રોકડ જમા ઉપાડ. ચેક-ડ્રાફ્ટ જમા કરવા ઉપરાંતના ઘણા કામ મોબાઇલ કે નેટ બેન્કિંગ દ્વારા કરી શકાશે.

(8:39 pm IST)