Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

દક્ષિણ કોરિયાના એક વિશાળ દ્રીપ પર 100 લોકોની વસ્તીમાં ફક્ત ત્રણ બાળકો રહે છે !

વૃદ્ધ થતી વસ્તી અને અત્યંત ઘટી રહેલા જન્મદરના કારણે આ દ્વીપ પર આવી સ્થિતિ પેદા થઈ

દક્ષિણ કોરિયામાં એક એવો દ્વીપ છે જ્યાં ફક્ત 100 લોકો બચી ગયા છે અને દ્વીપ પર ફક્ત ત્રણ બાળકો રહે છે. સાઉથ કોરિયાની વૃદ્ધ થતી વસ્તી અને અત્યંત ઘટી રહેલા જન્મદરના કારણે દ્વીપ પર આવી સ્થિતિ પેદા થઈ છે. બાળકોમાં લ્યૂ-ચાન હી અને તેની બે બહેનો છે. લ્યૂ-ચાને એક વાતચીતમાં જણાવ્યું હતુ કે, મને ઘણું સારું લાગત જો અહીં વધારે બાળકો હોત, કેમકે આનાથી મને રમવામાં ઘણા બધા વિકલ્પ મળ્યા હોત. આસપાસ બીજા કોઈ બાળકો નથી રહેતા કારણે મારે 66 વર્ષના કિમ સી-યંગની સાથે રમવું પડે છે

 અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દશકાઓથી દક્ષિણ કોરિયામાં જબરદસ્ત શહેરીકરણ જોવા મળ્યું છે.

આના કારણે દેશના અનેક વિસ્તારોમાં ઘણા ઓછા લોકો રહી ગયા છે. જો વાત નોકોડો દ્વીપની કરીએ તો અહીં હવે ફક્ત 100 લોકો રહે છે. દ્વીપ પર રહેલી એકમાત્ર સ્કૂલ દોઢ દાયકા પહેલા બંધ થઈ ચુકી છે અને બાળકોએ એક અસ્થાઈ સ્કૂલમાં અભ્યાસ કરવો પડે છે. દ્વીપ એક સમયે ફિશિંગ માટે ઘણો જાણીતો હતો.

કિમ કહે છે કે, હું જગ્યાને બચાવવા ઇચ્છુ છું, પરંતુ અહીં સતત ઘટતી વસ્તીથી મને ઘણી ચિંતા થાય છે. સાઉથ કોરિયાની રાજધાની સિયોલની જેમ અહીં કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ નથી, પરંતુ એકલતાના કારણે અનેક લોકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ કોરિયા દુનિયાની સૌથી વધારે વૃદ્ધ થતી વસ્તીવાળા દેશોમાં ઘણું ઉપર છે. ઉપરાંત દેશમાં જન્મદર પણ અત્યંત ઓછો છે. વર્ષ 2020માં દેશની જનસંખ્યા તેની સામાન્ય જનસંખ્યાથી પણ ઓછી થઈ ગઈ હતી. અનેક લોકોને ડર છે કે જો દક્ષિણ કોરિયાની વસ્તી રીતે ઓછી થતી રહી તો નોકોડો દ્વીપ સંપૂર્ણ રીતે ખત્મ થઈ જશે અને અહીં કોઈ પણ રહેવા માટે નહીં બચે

કોરિયા ઇકોનોમિક રિસર્ચ ઇન્સ્ટીટ્યુટના એક રિસર્ચરે એક વાતચીતમાં જણાવ્યું હતુ કે, સાઉથ કોરિયામાં ઘટેલી વસ્તીના કારણે અનેક નાના-નાના શહેર અને કસબા સંપૂર્ણ રીતે ખત્મ થવાના ખતરાથી ઝઝુમી રહ્યા છે. અહીં જન્મદર અને મૃત્યુદરમાં ઘણા મોટા અંતરના કારણે સ્થિતિ ઘણી ખરાબ થઈ રહી છે. દક્ષિણ કોરિયામાં વર્ષ 1970માં પ્રજનન દર 4.5 હતો જે 2020માં ઘટીને 0.8 રહી ચુક્યો છે. 1970માં દેશમાં ઇકોનોમી ટોચ પર હતી અનેક મહિલાઓ પણ પ્રોફેશનલ કાર્યોમાં ભાગ લેવા લાગી હતી. ત્યારબાદ સાઉથ કોરિયામાં ફેમિલી પ્લાનિંગને લઈને અનેક કેમ્પેઇન જોવા મળ્યા હતા.

 

(11:36 pm IST)