Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

મહારાષ્‍ટ્રના ખેડૂતે કાળા ઘઉંની ખેતી કરી : એક કિલોનો ભાવ છે ૭૦ રૂપિયા

એક એકરમાં ૧૮ ક્‍વિન્‍ટલ કાળા ઘઉંનું ઉત્‍પાદન થાય છે : કાળા ઘઉંમાં ફાઇબરની માત્રા હોવાથી તે કેન્‍સર, મોટાપો અને ડાયાબિટીસ જેવા રોગમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે

વર્ધા,તા. ૩૧: અનિયમિત પ્રકૃતિ, ઘટતી જતી ઉપજાઉ જમીન અને કૃષિ ઉપજની કિંમતોમાં ઉતાર-ચડાવના કારણે ખેતી કરવી વધારે પડકારજનક બની ગઈ છે. બદલાતામાં સમયમાં જો વધારે સર્જનાત્‍મકતા સાથે નવા ઉત્‍પાદનનું રોપણ કરવામાં આવે તો, કૃષિમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે. એટલા માટે ખેડૂતો નવા પ્રયોગ કરી રહ્યા છે. વર્ધા જિલ્લાના એક ખેડૂતે એકદમ કાળા ઘઉં ઉગાડ્‍યા છે. જિલ્લામાં તેઓ એકલા ખેડૂત છે, જે આ પ્રકારની ખેતી કરે છે.

આ ખેડૂતનું નામ રાજેશ ડફર છે. તે વર્ધા જિલ્લાન અરવી તાલુકાના જલગાંવ ગામનો નિવાસી છે. ડફરે પહેલી વાર કાળા ઘઉંની વાવણી કરી છે. કાળા ઘઉંની ખેતી સામાન્‍ય ઘઉંની ખેતી માફક જ થાય છે. એક એકરમાં ૪૦ કિલો બિયારણ વાવણી કરવામાં આવે છે. રાજેશે જણાવ્‍યું કે, નવાઈની વાત એ છે કે, એક એકરમાં ૧૮ ક્‍વિન્‍ટલ કાળા ઘઉંનું ઉત્‍પાદન થાય છે.

રાષ્ટ્રીય કૃષિ ખાદ્ય જૈવ પ્રોદ્યોગિકી સંસ્‍થા મોહાલીના વૈજ્ઞાનિક ડો. મોનિકા ગર્ગે સાત વર્ષના રિસર્ચ બાદ કાળા ઘઉંની શોધ કરી છે. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા કાળઆ ઘઉંનું નામ મારુ ઘઉં રાખવામાં આવ્‍યા છે. જયારે રાષ્ટ્રીય કૃષિ અને ખાદ્ય જૈવ પ્રોદ્યોગિકી સંસ્‍થાએ તેનું નામ નબી એમ.જી આ પ્રકારનું રાખ્‍યું છે. કાળા ઘઉંમાં ફાઈબરની માત્ર હોવાથી તે કેન્‍સર, મોટાપો અને ડાયાબિટીસ જેવા રોગમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

ઘઉંની નવી જાત પર સમગ્ર દેશમાં સંશોધન ચાલી રહ્યા છે. ScienceDirect.com જર્નલમાં આ વિષય પર એક શોધપત્રમાં પરંપરાગત પીળા ઘઉંની સરખામણીમાં કાળા ઘઉંમાં ઉચ્‍ચ પ્રોટીન સામગ્રી, આહાર ફાઈબર, કેલ્‍શિયમ, વિટામીન, ફલેવોનોઈડ અને ફેનોલિક સામગ્રી એન્‍ટીઓક્‍સિડેંટ ગતિવિધિ હોય છે. આ ઘઉં હૃદયરોગ, સોજો, કેન્‍સર, ડાયાબિટીસ, મોટાપા વગેરેથી બચાવે છે.

આ કાળા ઘઉંની કિંમત એક કિલોનો ભાવ ૭૦ રૂપિયા છે. જે સામાન્‍ય ઘઉં કરતા ચાર ગણો વધારે છે. આ ઘઉંનો લોટ લગભગ ૧૨૫ રૂપિયાથી ૧૩૦ રૂપિયે કિલો વેચાય છે.

(9:40 am IST)