Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

લાડકોડથી દીકરાને ઉછેરી મોટો કર્યો : જુવાન થયો તો તેના જ પ્રેમમાં પાગલ થઇ માતા : કરી લીધા લગ્ન

મા દીકરાનો સંબંધ કલંકિત કરનારી આ કહાની મરીના મલમાશેવા અને તેના સાવકા પુત્ર વ્‍લાદિમીર શવરીરીની છે

મોસ્‍કો,તા. ૩૧ : માતા અને દીકરાનો સંબંધ દુનિયામાં સૌથી પવિત્ર માનવામાં આવે છે. એક માતા પોતાનો સમય, શક્‍તિ બાળકોની દેખરેખ પાછળ ખર્ચી નાખે છે. આ સંબંધમાં ફકતને ફક્‍ત પ્રેમ હોય છે. પણ આ દિવસોમાં એવું થઈ રહ્યું છે કે, ક્‍યા સંબંધોમાં ક્‍યારે શું થાય તે કહી શકાય નહીં. આજે અમે આપને મા-દીકરાની એક એવી કહાની બતાવવા જઈ રહ્યા છીએ, જેની સાંભળીને આપને પણ વિશ્વાસ નહીં આવે. આમ જોવા જઈએ તો, આ મા દીકરાનો સંબંધ સાવકો સંબંધ છે, પણ મહિલાએ માત્ર ૭ વર્ષની ઉંમરથી તેનું પાલનપોષણ કર્યું છે. જયારે તે જુવાન થઈ ગયો તો, તેના જ પ્રેમમાં પાગલ થઈ ગઈ.

જી હાં મા દીકરાનો સંબંધ કલંકિત કરનારી આ કહાની મરીના મલમાશેવા અને તેના સાવકા પુત્ર વ્‍લાદિમીર શવરીરીની છે. મરીના વ્‍લાદિમીરની દેખરેખ ત્‍યારથી રાખી રહી છે, જયારે તે ૭ વર્ષનો હતો. પણ હવે મરીના વ્‍લાદિમીરની પત્‍ની બની ચુકી છે અને હાલમાં જ તે પ્રેગ્નેટ થઈ. આ સંબંધને વ્‍લાદિમીરના પિતા અને મરીનાના પહેલા પતિએ ફગાવી દેતા બંનેને પાપના ભાગીદાર થયા હોવાનું ગણાવી રહ્યા છે.

મરીનાનો પહેલો પતિ કહે છેકે, તેના દીકરાને પોતાની જાળમાં ફસાવ્‍યો છે. મરીના ત્‍યારે ચર્ચામાં આવી હતી, જયારે તેણે પોતાના વેટ લોસ કર્યો હતો. ૩૮ વર્ષની મરીના ત્‍યાર બાદ લોકપ્રિય થઈ ગઈ. પણ ત્‍યાર બાદ પોતાના સાવકા દીકરાને લઈને ચર્ચામાં રહેવા લાગી. હવે ૨૩ વર્ષના વ્‍લાદિમીરને મરીનાએ ૭ વર્ષની ઉંમરથી ઉછેર્યો. મરીનાના લગ્ન વ્‍લાદિમીરના પિતા ૪૭ વર્ષના એલેક્‍સી શવયરીન સાથે થયા હતા. પણ જેવુ વ્‍લાદિમીર જવાન થયો કે, મરીનાએ પ્રથમ પતિને છોડી મુક્‍યો.

હાલમાં જ મરીનાએ સોશિયલ મીડિયા પર પોતાના બીજા બાળકના વેલકમની સ્‍ટોરી શેર કરી હતી. આ અગાઉ વ્‍લાદિમીર અને મરીનાને એક વર્ષની દીકરી છે. હવે મરીનાને દીકરો થયો છે. મરીના અને વ્‍લાદિમીરના પિતા એક સાથે પાંચ બાળકોને દત્તક લીધા હતા. પણ હવે મરીનાએ તેની સાથેના સંબંધો તોડી નાખ્‍યા છે. તેણે કહ્યું કે, બધા બાળકો સારા છે, પણ તેમની સાથે કોઈ સંબંધ નથી. તે વ્‍લાદિમીર સાથે ખૂબ ખુશ છે.

(9:41 am IST)