Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

આજથી દેધનાધન ક્રિકેટની મોસમઃ ૧૨ શહેરોમાં ૭૦ લીગ મેચો

ધોની સેના VS હાર્દિક સેના વચ્‍ચે ધમાકેદાર મુકાબલો

નવી દિલ્‍હીઃ હોમ એન્‍ડ અવે ફોર્મેટના કમબેક સાથે આજે શરૂ થતી આઇપીએલમાં ૧૬મી સીઝનમાં અમદાવાદમાં આજે (સાંજે ૭.૩૦ વાગ્‍યાથી) પ્રથમ મુકાબલો ગઇ સીઝનના ચેમ્‍પિયન ગુજરાત ટાઇટન્‍સ અને ચાર વખત વિજેતા બની ચૂકેલા ચેન્નઇ સપુર કિંગ્‍સ વચ્‍ચે છે.

૭૦ લીગ મેચો ૧૨ શહેરોમાં રમાશે.

આજે ડેવિડ મિલર નથી, પરંતુ તેની ગેરહાજરીમાં ઇન્‍ફોર્મ શુભમન ગિલ, કેન વિલિયમસન, રાહુલ તેવટિયા અને રાશિદ ખાન ધમાલ મચાવે તો નવાઇ નહી. ધોનીની કદાચ આ છેલ્લી આઇપીએલ છે અને એમાં તે ખાસ કરીને બેન સ્‍ટોકસ, રવીન્‍દ્ર જાડેજા, કોન્‍વે, મોઇન અલી વગેરે ખેલાડીઓની મદદથી પાંચમી વાર ચેમ્‍પિયન બનવામાં કોઇ કસર નહી છોડે.

ટોસ પછી પણ ઇલેવનની છુટ

આઇપીએલમાં નવા નિયમની શરૂઆત કરવામાં આવી રહી છે જેમાં બન્ને ટીમના કેપ્‍ટન ટોસ પહેલા જે ૧૧ ખેલાડીઓનું લિસ્‍ટ હરીફ કેપ્‍ટનને આપશે ત્‍યારે બાદ તેઓ ટોસ પછી પણ ઇલેવનમાં ફેરફાર કરીને નવું લિસ્‍ટ એકમેકને આપી શકશે.

ઇમ્‍પેકટ પ્‍લેયરનું પણ આગમન

મેચની મધ્‍યમાં બન્ને હરીફ ટીમ એક બોલર કે એક બેટરને ટીમમાં સબસ્‍ટિટયુટ પ્‍લેયરના નવા નિયમની સાથે આજથી આઇપીએલ વધુ રોમાંચક બનશે

ગુજરાત ટાઇન્‍ટન્‍સઃ હાર્દિક પંડયા(કેપ્‍ટન), શુભમન ગિલ, શ્રીકાર ભરત(વિકેટકીપર), વૃદ્ધિમાન સાહા (વિકેટકીપર), કેન વિલિયમસન, રાહુલ તેવટીયા, અભિનવ મનોહર, મોહમ્‍મદ શમી, પ્રદીપ સંગવાન, આર.સાઇ કિશોર, વિજય શંકર, સાઇ સુદર્શન, રાશિદ ખાન, શિવમ માવી, મેથ્‍યુ વેડ, ઓડીયન સ્‍મિથ, ઉર્વીલ પટેલ, દર્શન નાલકંડે, ડેવિડ મિલર(પહેલી બે મેચ માટે ઉપલબ્‍ધ નથી), જોશ લિટલ(પ્રથમ મેચમાં ઉપલબ્‍ધ નથી), મોહિત શર્મા, યશ દયાલ, જયંત યાદવ, નુર અહમદ, અલ્‍ઝારી જોસેફ

ચેન્નઇ સુપર કિંગ્‍સઃ મહેન્‍દ્ર સિંહ ધોની(કેપ્‍ટન), ડેવોન કોન્‍વે, ઋતુરાજ ગાયકવાડ, અંબતી રાયડુ, મોઇન અલી, બેન સ્‍ટોકસ, રવીન્‍દ્ર જાડેજા, અજિંકય રહાણે, દીપક ચાહર, સિસાન્‍દા એમ્‍ગાલા, શિવમ દુબે, ડવેઇન પ્રિટોરિયસ, અજય મોન્‍ડસ, નિશાંત સિંધુ, રાજયવર્ધન હગારગેકર, મિચલ સેન્‍ટનર, એસ.સેનાપતિ, સિમરજિત સિંહ, મથોશા પથીરાણા, મહેશ થીકશાના, ભગત વર્મા, પ્રશાંત સોલંકી, શેખ રાશિદ, તુષાર દેશપાંડે, આકાશ સિંહ(૪૦.૭)

આઇપીએલ ર૦ર૩માં કોણ કયા ગ્રુપમાં?

ગુપ-એઃ મુંબઈ, કલકત્તા, રાજસ્‍થાન, દિલ્‍ડી અને લખનઉ

ગ્રુપ-બીઃ ચેન્નઈ, બૅન્‍ગલોર, ગુજરાત, પંજાબ અને

હૈદરાબાદ

ફૉર્મેટઃ ગ્રુપની પ્રત્‍યેક ટીમ સામા ગ્રુપની પાંચ-પાંચ ટીમ સામે બે-બે મેચ અને પોતાના ગ્રુપની ચાર ટીમ સામે એક-એક મેચ રમશે. એ રીતે દરેક ટીમ કુલ ૧૪ લીગ મેચ રમશે. કુલ મળીને ૭૦ લીગ મેચ રમાશે અને પછી પ્‍લે-ઓફ શરૂ થશે.

(4:10 pm IST)