Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

૩૦ કરોડ નોકરીઓને જોખમઃ વિશ્‍વભરમાં હલચલ

ન્‍યુયોર્ક, તા.૩૧: AI આર્ટિફિશિયલ ઈંટેલિજેન્‍સને આજકાલ વિકસિત કરવામાં આવી રહ્યું છે. ચેટબોટની સાથે હવે સાઈબર સિકયોરિટીનાં હુમલાઓ રોકવા માટે AIનાં ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે. AI ટૂલ ChatGPTનાં લોન્‍ચ થતાં જ લોકોની ચિંતામાં પણ વધારો થયો છે. ગોલ્‍ડમેન ર્સેશની એક રિપોર્ટમાં ભવિષ્‍યવાણી કરવામાં આવી છે કે AI જેવી શક્‍તિશાળી ટેકનીક ભવિષ્‍યમાં અનેક નોકરીઓને અસર કરી શકે છે.ગોલ્‍ડમેન સૈશની એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્‍યો છે કે જનરેટિવ AIથી  ૩૦ કરોડ નોકરીઓ પ્રભાવિત થઈ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે AI સંભાવિત ધોરણે લગભગ ૩૦૦ મિલિયન ફુલ ટાઈમ નોકરીઓનું સ્‍થાન લઈ શકે છે. રિપોર્ટ અનુસાર AI ઓટોમેશનથી અમેરિકા અને યૂરોપીય સંઘમાં ઓછામાં ઓછી ૨/૩ નોકરીઓ ખતરામાં છે.સાથે જ જો જનરેટિવ AI જણાવેલ ક્ષમતાઓને પૂર્ણ કરી લે છે તો શ્રમ બજારને મોટા અવરોધોનો સામનો કરવો પડી શકે છે. જનરેટિવ AI વર્તમાન કાર્યનું ૧/૪ કામ જાતે જ કરી શકે છે. એટલે કે તેનો વિકાસ થતાં અનેક લોકોની નોકરીઓ દૂર થઈ શકે છે.રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે  ટેકનિકલ વિકાસથી નવી નોકરીઓ અને ઉત્‍પાદકતામાં ઊછાળો થઈ શકે છે. સાથે જ તેનાથી વૈશ્વિક ઘરેલૂ ઉત્‍પાદનમાં ૭% સુધીનો વધારો થઈ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે ચેટજીપીટી જેવી જનરેટિવ AI સિસ્‍ટમ માનવ આઉટપુરટનાં જેમ જ કોન્‍ટેન્‍ટ બનાવી શકે છે અને આવનારાં દશક સુધી પ્રોડક્‍શનમાં ઊછાળો લાવી શકે છે. અનેક લોકોનું માનવું છે કે AIની ક્ષમતા માણસો માટે મશીની યુગથી મોટો જોખમ છે. રિપોર્ટમાં રિસર્ચમાં કહેવામાં આવ્‍યું છે કે આજે લગભગ ૬૦% શ્રમિક એવા કામમાં લાગેલા છે ૧૯૪૦માં અસ્‍તિત્‍વમાં પણ નહોતાં. જો કે અન્‍ય એક રિસર્ચમાં કહેવાયું છે કે ૧૯૮૦નાં દશક બાદથી ટેકનિકલ પરિવર્તને શ્રમિકોને વિસ્‍થાપિત કરવાની સરખામણીમાં તેજીથી કામ કર્યું છે અને વધારે નોકરીઓ પેદા કરી છે.

(4:48 pm IST)