Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

કેન્‍દ્ર સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી નારી શક્‍તિ યોજના' હેઠળ મહિલાઓને 52,000 રૂપિયાની સહાયનો યુટયુબમાં વાયરલ થયેલ વીડિયો ફેક હોવાનું સરકારની સ્‍પષ્‍ટતા

પીઆઇબીએ હકીકતની તપાસ કરતા યુટયુબ ચેનલની અફવા શોધી કાઢી

નવી દિલ્‍હીઃ કેન્દ્ર સરકારની યોજના દ્વારા મહિલાઓ માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. જો તમે પણ કોઈ સ્કીમમાં પૈસા રોકવાનું વિચારી રહ્યા છો, તો તે પહેલા થોડું ધ્યાન રાખો. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણી સરકારી યોજનાઓ અંગે અફવાઓ ફેલાઈ રહી છે. હાલમાં જ એક યુટ્યુબ ચેનલ દાવો કરી રહી છે કે સરકાર મહિલાઓને સંપૂર્ણ 52,000 રૂપિયા રોકડમાં આપી રહી છે. પીઆઈબીએ ફેક્ટ ચેકિંગ કરીને આ સમાચારની સત્યતા શોધી કાઢી છે. આવો તમને જણાવીએ શું છે તેનું સંપૂર્ણ સત્ય.

PIBએ કર્યું છે ટ્વીટ

PIBએ તેના સત્તાવાર ટ્વીટમાં લખ્યું છે કે 'સુનો દુનિયા' નામની #YouTube ચેનલના એક વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર 'પ્રધાનમંત્રી નારી શક્તિ યોજના' હેઠળ તમામ મહિલાઓને 52,000 રૂપિયાની રોકડ રકમ આપી રહી છે.

થયો મોટો ખુલાસો

તમને જણાવી દઈએ કે પીઆઈબીએ કહ્યું છે કે આ વીડિયો સંપૂર્ણપણે ફેક છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી.

કોઈની સાથે શેર ના કરો મેસેજ

કેન્દ્ર સરકારે વધુમાં કહ્યું છે કે આવા મેસેજ કોઈની સાથે શેર ના કરવા જોઈએ. આ સાથે, જો તમે સરકાર સાથે સંબંધિત કોઈ પણ યોજના વિશે માહિતી મેળવવા માંગતા હોવ, તો તમારે ફક્ત સત્તાવાર વેબસાઈટ પર જ સંપર્ક કરવો જોઈએ.

આપ પણ કરાવી શકો છો ફેક્ટ ચેક

કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે આવા ફેક ન્યૂઝથી દૂર રહો અને આ સમાચાર કોઈની સાથે શેર ના કરો. અત્યારે આવા સમાચાર ફોરવર્ડ ના કરો. જો તમે પણ કોઈ વાયરલ મેસેજનું સત્ય જાણવા માંગતા હોવ તો તમે આ મોબાઈલ નંબર 918799711259 અથવા socialmedia@pib.gov.in પર મેઈલ કરી શકો છો.

(5:27 pm IST)