Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

સેન્સેક્સમાં ૧૦૩૧, નિફ્ટીમાં ૨૭૯ પોઈન્ટનો ઊછાળો આવ્યો

વિવિધ ક્ષેત્રોમાં ખરીદીથી સ્થાનિક શેરબજારોમાં ઉછાળો : ઓટો, બેન્ક, એફએમસીજી, કેપિટલ ગુડ્સ, રિયાલિટી અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેર ૧-૧ ટકા વધારા સાથે બંધ

નવી દિલ્હી, તા.૩૧ : વિવિધ ક્ષેત્રોમાં ભારે ખરીદીને કારણે શુક્રવારે સ્થાનિક શેરબજારો જોરદાર ઉછાળા સાથે બંધ થયા હતા. બીએસઈ સેન્સેક્સ ૧૦૩૧.૪૩ પોઈન્ટ એટલે કે ૧.૭૮ ટકાના વધારા સાથે ૫૮,૯૯૧.૫૨ પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. એ જ રીતે એનએસઈ  નિફ્ટી ૨૭૯.૦૫ પોઈન્ટ એટલે કે ૧.૬૩%ના વધારા સાથે ૧૭,૩૫૯.૭૫ પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. શુક્રવારે પણ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાન સાથે બંધ થયા હતા. ઈન્ફોર્મેશન ટેક્નોલોજી બે ટકાના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. એ જ રીતે ઓટો, બેક્ન, એફએમસીજી, કેપિટલ ગુડ્સ, રિયાલિટી અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેર ૧-૧ ટકાના વધારા સાથે બંધ થયા છે. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧-૧ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

બીએસઈ સેન્સેક્સ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર સૌથી વધુ ૪.૨૯ ટકાના વધારા સાથે બંધ થયો હતો. જ્યારે નેસ્લે ઈન્ડિયાનો શેર ૩.૩૦ ટકા, ઈન્ફોસિસનો શેર ૩.૧૯ ટકા, ૈંઝ્રૈંઝ્રૈં બેક્નનો શેર ૩.૦૮ ટકા, ટાટા મોટર્સનો શેર ૨.૮૦ ટકા અને ્ઝ્રજીનો શેર ૨.૧૬ ટકાના વધારા સાથે બંધ થયો હતો.

આ સિવાય ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, એક્સિસ બેંક, વિપ્રો, બજાજ ફિનસર્વ, પાવરગ્રીડ, એસબીઆઈ, એચડીએફસી બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (એચયુએલ), ઇન્ડસઇન્ડ બેંક, એચડીએફસી શેરના ભાવ એક ટકા કરતાં વધુના વધારા સાથે બંધ થયા છે. આ સિવાય ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, લાર્સન એન્ડ ટુબ્રો, કોટક મહિન્દ્રા બેંક, એનટીપીસી અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેર પણ લીલા નિશાને હતો.

શુક્રવારે સન ફાર્માનો શેર ૦.૭૭ ટકાના ઘટાડા સાથે સેન્સેક્સ પર સૌથી વધુ બંધ રહ્યો હતો. એ જ રીતે, એશિયન પેઇન્ટ્સનો શેર ૦.૨૭ ટકા, એશિયન પેઇન્ટ્સનો શેર ૦.૨૪ ટકા અને ટાઇટનનો શેર ૦.૦૫ ટકા ઘટીને બંધ રહ્યો હતો.

(7:18 pm IST)