Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

ચેલા એ ગુરુને હરાવ્યો: ગુજરાત ટાઈટન્સ એ ચેન્નાઇ સુપર કિંગ્સને હરાવ્યું

આઇ.પી.એલ ૨૦૨૩ના પ્રથમ મેચના અત્યંત રોમાંચક મુકાબલામાં ગુજરાત ટાઈટન્સ એ ચેન્નાઇ સુપર કિંગ્સને હરાવ્યું: 

શુભમન ગીલની અડધી સદી અને છેલ્લી ઓવરોમાં રાશિદખાન તથા રાહુલ તેવટીયાની ઝડપી બોલિંગની મદદથી ગુજરાત ટાઇટનએ પાંચ વિકેટે પ્રથમ મેચ જીતી લીધો છે.

મેચ પહેલા ભવ્ય ઓપનિંગ સેરેમની યોજાઇ હતી. ઓપનિંગ સેરેમનીમાં અભિનેત્રી રશ્મિકા મંધાના, તમન્ના ભાટિયા અને અરજિત સિંહ પર્ફોમન્સ કર્યું હતું. ઓપનિંગ સેરેમનીમાં અરિજિત સિંહે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અરિજિતે કેસરિયા તેરા ઇશ્ક હૈ પિયા, ચંદા મેરે યા મેરે યા પિયા, રે કબીરા માન જા, તુ મેરા કોઇના જેવા ગીતો ગાયા હતા. અરિજિતના હિટ ગીત પર દર્શકો પણ ઝુમી ઉઠ્યા હતા.તમન્ના ભાટિયાએ સાઉથ ઇન્ડિયન ગીત પર ડાન્સ કરી બધાને ડોલાવ્યા હતા. આ પછી તૂને મારી એન્ટ્રી યાર, રંગીલા તારા જેવા ગીતો પર ડાન્સ કર્યો હતો. રશ્મિકા મંધાનાએ કેમ છો ગુજરાતી કરીને શરૂઆત કરી હતી. બલમ શામી જેવા હિટ ગીત પર પર્ફોમન્સ કર્યું હતું. રશ્મિકાએ નાટૂ-નાટૂ ગીત ઉપર પણ ડાન્સ કર્યો હતો.

(12:09 am IST)