Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

અમેઠીમાં કોરોના દર્દીઓ માટે રાહુલ ગાંધીએ મોકલી 10 હજાર હોમ ઇસોલેશન ટ્રીટમેન્ટ કીટ

આવશ્યક દવાઓ જરૂરીયાતમંદોને ડોકટરોની સલાહ લઈને ઉપલબ્ધ કરાશે

નવી દિલ્હી : કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઇસોલેશનમાં રહીને ચેપ માટે સારવાર લેતા દર્દીઓ માટે દવાઓની 10,000 કીટ મોકલી આપી છે. અગાઉ, અમેઠીના ભૂતપૂર્વ સાંસદો પણ જિલ્લા માટે ઓક્સિજન કોન્સેન્ટર્સ અને ઓક્સિજન સિલિન્ડર મોકલી ચૂક્યા છે. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પ્રદીપ સિંઘલે જણાવ્યું હતું કે દવા કીટમાં કોરોના સારવારથી સંબંધિત આવશ્યક દવાઓ છે, જે જરૂરીયાતમંદોને ડોકટરોની સલાહ લઈને ઉપલબ્ધ કરાશે

સિંઘલે કહ્યું કે, અમેઠીના પૂર્વ સાંસદ રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીની સૂચના પર, પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા જિલ્લામાં મોકલવામાં આવેલી 10,000 હોમ ઇસોલેશન ટ્રીટમેન્ટ કીટ જિલ્લા કોંગ્રેસ કમિટીની કચેરીમાં આવી છે. આ કિટ્સ સેવા સત્યાગ્રહ હેઠળ પૂરી પાડવામાં આવી છે. આ કીટ બ્લોક અધ્યક્ષો, ન્યાય પંચાયત અધ્યક્ષો અને ગ્રામસભાના અધ્યક્ષો દ્વારા ચિકિત્સકોની સલાહ સાથે જરૂરીયાતમંદોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

તેમણે માહિતી આપતા કહ્યું કે રાહુલ ગાંધી દ્વારા મોકલેલા 20 કન્સનટ્રેટર અને 20 ઓક્સિજન સિલિન્ડરની મદદથી, 'કોંગ્રેસ કોવિડ કેર અમેઠી હેલ્પલાઈન'ના સહયોગથી જરૂરતમંદો સુધી પહોંચી રહી છે, તે જ રીતે, દવાઓની કીટ પણ જરૂરિયાતમંદ / લાચાર સુધી પહોંચશે.

(12:00 am IST)