Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

માનવ નિયંત્રણ વગર જ 'કિલર રોબોટે' મિલિટ્રી કમાન્ડરની હત્યા કરી : કિલર રોબોટ્સે આફ્રિકાના અશાંત દેશ લિબિયામાં પ્રથમ શિકાર કર્યો

લિબિયામાં Kargu-2 નામના કિલર ડ્રોને આ કારનામાને અંજામ આપ્યો: યુએન યૂએન સિક્યોરિટી કાઉન્સિલના રિપોર્ટમાં ખુલાસો

નવી દિલ્હી : લડાકુ રોબોટ મનુષ્ય માટેનો સૌથી મોટો ખતરો બની શકે છે. આ રોબોટને 'કિલર રોબોટ્સ' પણ કહેવામાં આવે છે. યુએન એ કહ્યું છે કે તેની શરૂઆત પણ થઈ ગઈ છે, કારણ કે કિલર રોબોટ્સે આફ્રિકાના અશાંત દેશ લિબિયામાં પોતાનો પ્રથમ શિકાર કરી લીધો છે, તે પણ માનવ નિયંત્રણ વગર. જી હા, આ સાંભળવામાં થોડુ વિચિત્ર લાગશે, પરંતુ આ તદ્દન સત્ય છે.

સંયુક્ત રાષ્ટ્રએ પોતાની રિપોર્ટમાં દાવો કર્યો છે કે એક ઇન્ડિપેન્ડેટ કિલર ડ્રોને લિબિયામાં મનુષ્યની પરવાનગી વગર જ પોતાના શિકારને શોદ્યો અને તેને ખતમ પણ કરી નાંખ્યો. જણાવી દઇએ કે, વર્ષ 2019માં સંયુક્ત રાષ્ટ્રમાં કિલર રોબોટને લઇ એક પ્રસ્તાવ રજૂ કરાયો હતો. પરંતુ તેનો તીખો વિરોધ થયો હતો અને વર્ષ 2020માં થયેલ વોટિંગમાં કિલર રોબોટને ખારીજ કરી દેવામાં આવ્યો હતો.

યૂએન સિક્યોરિટી કાઉન્સિલની આ રિપોર્ટ માર્ચ 2021માં આવી હતી. જેમા જણાવાયું હતું કે વર્ષ 2020માં લિબિયામાં Kargu-2 નામના કિલર ડ્રોને આ કારનામાને અંજામ આપ્યો હતો. આ ડ્રોન તુર્કિશ મિલિટ્રી ટેક્નોલોજી કંપની એસટીએમે બનાવ્યો હતો.

કાર્ગુ-2 ડ્રોન વિસ્ફોટકથી લેસ રહે છે અને પોતાનો શિકાર શોધીને તેને ખતમ કરી નાંખે છે. આ ડ્રોન કમિકેજ સ્ટાઇલ એટેક એટલે સુસાઇડ એટેક કરે છે. લિબિયામાં આ હુમલો સરકારી સેના અને ખાલિફા હાફારની લિબિયન નેશનલ આર્મી વચ્ચેની લડાઇમાં થયો.

મીડિયા રિપોર્ટ અનુસાર, ડ્રોને પહેલાથી જ નક્કી કરેલા શિકારને પોતે જ શોધી લીધો અને તેના પર હુમલો કરી તેનો જીવ લઇ લીધો. ડ્રોને જેને પોતાનો શિકાર બનાવ્યો તે એક મિલિટ્રી કમાન્ડર હતો અને લડાઇમાં મહત્વનું સ્થાન ધરાવતો હતો. જણાવા દઇએ કે વર્ષ 2020માં યૂએનમાં થયેલ ચર્ચામાં 30 દેશોના રોબોટને હથિયારથી લેસ કરવાનો વિરોધ થયો હતો.

(12:00 am IST)