Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

સુપ્રિમ કોર્ટનો મહત્વના ચુકાદો

લોન માટેના જામીનદાર સામે પણ વસૂલાતની કાર્યવાહી થઇ શકે

નવી દિલ્હી,તા. ૩૧: સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે, 'માલિક કે ડિરેકટર્સ જેઓ કોઈ કંપનીને લોન અપાવવા માટે પર્સનલ ગેરન્ટર્સ ( અંગત જામનદાર) બન્યા હોય અને જો આ કંપની નાદાર બની હોય અથવા તો ફડચામાં ગઈ હોય, આ સંજોગોમાં બેંક કંપનીના પર્સનલ ગેરન્ટર્સ પાસેથી પૈસા વસુલી શકે છે.' સુપ્રીમ કોર્ટના આ આદેશના લીધે, બેંક માટે રિલાયન્સ ગૃપના અનિલ અંબાણી, દિવાન હાઉસિંગ ફાયનાન્સ લિ.ના કપિલ વાધવાન, વિડીયોકોન ગૃપના વેણુગોપાલ ધૂત અને ભૂષણ પાવર અને સ્ટીલના સંજય સિંદ્યલ સહિત અન્યની અંગત મિલકત એટેચ કરવાનો રસ્તો ખુલી ગયો છે. પર્સનલ ગેરન્ટર્સ પાસેથી લેણાની વસુલાત કરવાની ધિરાણ ધરનારને સત્ત્।ા આપતા, કેન્દ્ર સરકારે નવેમ્બર-૨૦૧૯માં આ અંગે જે અધિસુચના જાહેર કરી હતી, જેને કોર્ટે યથાવત રાખી છે.

સુપ્રીમ કોર્ટની ખંડપીઠે, તેના આદેશમાં કહ્યું છે કે, 'માત્ર રિજોલ્યુશન પ્લાન સ્વીકૃત હોવાનો મતલબ એ કયારેય નથી કે કંપનીઓને લોન અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર પર્સનલ ગેરન્ટર્સની કોઈ જવાબદારી નથી. લોનની ગેરન્ટી આપનારાઓને કોન્ટ્રેકટ ઓફ ગેરન્ટીની જવાબદારીથી અલગ કરી શકાય નહીં.' લેણદારોએ એનસીએલટીમાં અનિલ અંબાણી, કપિલ વાધવાન, સંજય સિંદ્યલ, વેણુગોપાલ ધૂત સહિત અનેક લોકો સામે ઈન્સોલ્વન્સી પ્રક્રિયા શરુ કરવા અરજી કરી હતી. જેમાં, લેણદારોની માગ હતી કે, શ્નઆ લોકોએ જેમને પર્સનલ ગેરન્ટી આપેલી છે અને તેઓ નાદાર થયા છે અથવા ફડચામાં ગયા છે. જેથી, તેમની પાસેથી લોનના પૈસા વસુલવામાં આવે.લૃ ઈન્સોલ્વન્સીની આ પ્રક્રિયા સામે તમામ ઉદ્યોગપતિઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ તમામ લોકોની રજૂઆત હતી કે, 'કેન્દ્ર સરકારે નવેમ્બર-૨૦૧૯માં જે અધિસુચના જાહેર કરેલી છે, તે ખોટી રીતે જાહેર થયું છે. આ અધિસુચના મુજબ ધિરાણ આપનાર અલગથી પર્સનલ ગેરન્ટી આપનાર સામે ઈન્સોલ્વન્સી એન્ડ બેક્રપ્સી કોડ ( આઈબીસી) હેઠળ પગલા લઈ શકે છે.' બીજી તરફ બેંક દ્વારા આ રજૂઆતનો વિરોધ કરાયો હતો.

(9:49 am IST)