Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

કોરોનામાં 'જેલ' વધુ સુરક્ષિત : ૨૧ કેદીઓનો પેરોલનો ઇન્કાર

યૂપી ડીજીનું કહેવુ છે કે, જેલોમાં કોવિડ પ્રોટોકોલ્સનું પૂર્ણ પાલન કરવામાં આવી રહ્યું છે અને જેલ પ્રશાસન દરેક કેદીનું ખાસ ધ્યાન રાખી રહ્યું છે :કેદીઓ માને છે કે કોરોના કાળમાં જેલ વધુ સુરક્ષિત છે : બીજી લહેરમાં વધતા વ્યાપ વચ્ચે કેદીઓની ભીડ ઓછી કરવા કેદીઓ મૂકત કરવાનું શરુ કરાયું હતું : કેદીઓનું કહેવુ છે બહાર કરતાં અંદર તેમની સાથે સારો વ્યવહાર થઇ રહ્યો છે

લખનઉ,તા.૩૧: ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરે ભયાનક તબાહી મચાવી હતી. આ એવો સમય હતો જયાં કોરોના સંક્રમણના કેસોમાં એટલો બધો વધારો થયો હતો કે દેશની આરોગ્ય સુવિધા પણ જવાબ આપી ચૂકી હતી. સંક્રમણથી પીડિત લોકોને સારવાર અને દવા, ઓકિસજનના અભાવનો સામનો કરવો પડ્યો જેના કારણ દૈનિક મૃત્યુઆંક પણ સતત વધ્યો હતો. જોકે કોરોના મહામારીની શરુઆતથી જ સરકાર દેશવાસીઓને ઘરમાં સુરક્ષિત રહેવા પર જોર આપી રહી હતી અને બીજી લહેરના પ્રકોપથી તેની મહત્ત્।ા પણ સમજાઇ ગઇ.

જોકે કોરોનાની બીજી લહેર વચ્ચે જેલોમાં બંધ કેદીઓ પણ વધારે સુરક્ષિત અનુભવ કરી રહ્યા છે. જેના કારણે હવે તેઓ પેરોલ લેવાથી પણ ઇનકાર કરી રહ્યા છે. આવા કિસ્સાઓ ઉત્ત્।ર પ્રદેશમાંથી સામે આવી રહ્યા છે. જયાંની અલગ-અલગ જેલોમાં બંધ ૨૧ કેદીઓ જેલમાં એટલુ સુરક્ષિત અનુભવ કરી રહ્યા છે કે પેરોલ લઇને બહાર આવવા માટે રાજી નથી. યૂપી ડીજીનું કેહવુ છે કે રાજયની નવ જેલોમં ૨૧ કેદીઓ કોરોનાથી ડરનો હવાલો આપી પેરોલ લેવાથી ઇનકાર કરી રહ્યા છે. કેદીઓનું કહેવુ છે કે બહાર કરતાં અંદર તેમની સાથે સારો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.

યૂપી ડીજીનું કહેવુ છે કે અમે જેલોમાં કોવિડ પ્રોટોકોલનું પૂર્ણ રીતે પાલન કરી રહ્યા છીએ અને દરેક કેદીનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે મહિનાની શરૂઆતમાં બીજી લહેર વચ્ચે કોરોના સંક્રમણના વધતા વ્યાપને જોતાં જેલોમાં કેદીઓની ભીડ ઓછી કરવાના હેતુસર વિચારાધીન કેદીઓ અને સજા ભોગવી રહેલા કેદીઓને જામીન અને પેરોલ આપી મૂકત કરવાનું શરુ કરાયું હતું. અહીંની જેલોમાંથી અત્યાર સુધી ૧૦,૧૨૩ ટ્રાયલ હેઠળ અને દોષીઓને સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ જામીન અને પેરોલ પર મૂકત કરવામાં આવ્યા છે.

આ સિવાય ૮ હજારથી વધુ વિચારાધીન કેદીઓને અંતરિમ જામીન પર મૂકત કરવામા આવ્યા, જયારે ૧૬૦૦થી વધુ દોષીઓને ૬૦ દિવસના પેરોલ આપવામાં આવ્યા હતા. જોકે હવે કેદીઓ કોરોના સંક્રમણના ડરને લીધે બહાર જવાનું ટાળી રહ્યા છે અને પેરોલથી ઇનકાર કરી રહ્યા છે.

(9:53 am IST)