Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ભાગેડુ મેહુલ ચોક્સી ડોમેનિકામા ચાઈના ફ્રેન્ડશીપ હોસ્પિટલમાં દાખલ

મેડિકલ તપાસમાં કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ થયો

નવી દિલ્હી : ગયા અઠવાડિયે ડોમિનિકાથી પકડાયેલા ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીને સોમવારે હોસ્પીટલમાં દાખલ કરાવ્યુ. ચોકસીની મેડિક્લ રિપોર્ટ મુજબ તેની કોરોના તપાસ નેગેટિવ આવી છે. ચોકસીને ડોમિનિકા ચાઈના ફ્રેડશિપ હોસ્પીટલમાં દાખલ કરાવ્યો. ગયા 25 મે ચોકસી એંટીગુઆ અને બારબુડાથી ગુમ થઈ ગયો હતો. ત્યારબાદ તે 26 મેને ડોમિનિકામાં પકડાયો હતો. પીએનબી કૌભાંડમાં આરોપી ચોકસી જાન્યુઆરી2018થી જ ભારતથી ભાગ્યા પછી એંટીગા અને બારબુડામાં રહી રહ્યો છે.

ચોકસીના વકીલએ ડોમિનિકાની કોર્ટમાં બંદી પ્રત્યક્ષીકરણ અરજી નાખી હતી. વકીલોનો આરોપ હતુ કે ચોકસીને એંટીગુઆ પોલીસએ કિડનેપ કર્યા હતા. પણ એંટીગુઆ પોલીસએ આ આરોપોને સ્પષ્ટ ના પાડી દીઘી છે.

એંટીગુઆના પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉનએ રવિવારે ડિમિનિકાની કોર્ટથી ચોકસીએ સીધા ભારત મોકલવાના વિનંતી કરી. તેણે આ પણ આશંકા જાહેર કરી કે ડોમિનિકામાં મેહુલ ગર્લફ્રેંડના ચક્કરમાં પકડાયો છે.

  મેહુલ ચોકસી ભારતમ 13500 કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડમાં વાંછિત છે. તેને ગયા બુધવારે ડોમિનિકામાં ધરપકડ કરી હતી. તેના પર આરોપ હતુ કે તે એંટીગુઆ અને બારબુડાથી અવૈધ રૂપથી ડોમેનીકા ઘુસ્યો હતો

 ચોકસીના સિવાય તેનો ભાણેજ નીરવ મોદી પણ પીએનબી કૌભાંડનો આરોપી છે. નીરવ મોદી અત્યારે લંડનની જેલમાં છે. ભારત સરકાર તેના પણ પ્રત્યાપર્ણ માટે સતત કોશિશ કરી રહી છે.

(11:18 am IST)