Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

દેશમાં કોરોના વાયરસથી રિકવરી 91.60 ટકાએ પહોંચી : છેલ્લા 7 દિવસથી પોઝિટિવિટી રેટ 10 ટકાથી ઓછો

નવી દિલ્હી : દેશમાં કોરોનાના નવા કેસમાં જબરો ઘટાડો થઇ રહ્યો છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોનાથી દર્દીઓની રિકવરીનો દર પણ સતત વધી રહ્યો છે. હાલમાં, દેશમાં કોરોના વાયરસથી રિકવરી 91.60 ટકા છે

 . મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં છેલ્લા 7 દિવસથી પોઝિટિવિટી રેટ 10 ટકાથી ઓછો નોંધાઈ રહ્યો છે. હાલમાં દેશનો સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 9.04 ટકા છે જ્યારે દૈનિક પોઝિટિવિટી રેટ 9.07 ટકા છે.

(11:36 am IST)