Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

બોલિવૂડ અભિનેત્રી જુહી ચાવલાએ 5G વિરુદ્ધ પર્યાવરણના મુદ્દાને આગળ ધરીને કોર્ટમાં કર્યો કેસ

વિશ્લેષણ વગર 5G લાવવું જોઈએ નહીં : રેડિયો ફ્રિકવાન્સીની સંભવિત હાનિકારક થઈ શકે

મુંબઇઃ પીઢ અભિનેત્રી અને પ્રકૃતિપ્રેમી જુહી ચાવલાએ 5G મોબાઇલ ટેક્નોલોજી વિરુદ્ધ મુંબઇ હાઇકોર્ટમાં એક કેસ દાખલ કરી દીધો. જેના પર આજે જ સુનાવણી થવાની હતી. પોતાની ફરિયાજમાં જુહીએ 5જી ટેક્નિક અંગે ચિંતા વ્યક્ત કરી છે.

જુહી ચાવલાનું કહેવું છે કે લોકો પર 5જીની રેડિયોફ્રિક્વન્સીની સંભવિત હાનિકારક અસર પડી શકે છે. જેનું વિશ્લેષણ કર્યા વિના દેશમાં તેને લાગુ કરાવુ જોઇએ નહીં. જુહીએ પોતાની અરજીમાં સામાન્ય જનતા, તમામ જીવ-જંતુઓ, વનસ્પતિઓ અને પર્યાવરણ પર 5G ટેક્લોજીના અમલથી પડનારી અસરનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરાવવાનો કેન્દ્રીય ટેલીકોમ વિભગને અપીલ કરી છે.

નોંધનીય છે કે વિશ્વ સાથે કદમ મિલાવવા અને ડિજિટલ ઇન્ડિયાના લક્ષ્યને પામવા કેન્દ્ર સરકાર 5જી લાગૂ કરવા જઇ રહી છે. જ્યારે જુહી ચાવલા પહેલેથી જ રેડિએશન પ્રત્યે લોકોમાં જાગરુકતા લાવવાનું કામ કરી રહી છે. તે પર્યાવરણને લઇ સોશિયલ મીડિયા પર અનેક વખત પોસ્ટ પણ મૂકતી રહે છે.

જુહી ચાવલાએ કહ્યું કે અમે એડવાન્સ ટેક્નોલોજીના અમલની વિરુદ્ધ નથી. અમે સારી ટેક્નોલોજીનાળા લેટેસ્ટ પ્રોડક્ટના ઉપયોગથી એન્જોય કરીએ છીએ. છતાં અમને એ ચિંતા પણ છે કે અમે જ્યારે આરએફ રેડિએશન અંગે વાયરલેસ ગેઝેટ અને નેટવર્ક સેલ ટાવર દ્વ્રારા જાતે રિસર્ચ કરી તો જણાવ્યું કે રેડિએશન લોકો માટે બહુ નુકસાનકારક છે અને તેમના આરોગ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે.

જુહીના સ્પોક્સ પર્સને કહ્યું કે કોર્ટની નજર આ મુદ્દા પર નાંખવા અને આ કેસ દાખલ કર્યો છે. જેથી લોકો, પશુ-પક્ષીઓ માટે 5જી સુરક્ષિત છે કે નહીં, તેની ખબર પડે. સાથે 5જી ટેક્નિકનું ભારતમાં આગમન સુરક્ષિત રહેશે કે નહીં તેના પર રિસર્ચ કરાવવા અંગેથી ગંભીરતાથી વિચારી શકાય.

નોંધનીય છે કે પર્યાવરણવાદીઓનું કહેવું છે કે 5જી ટેક્નિકના એક્સપોઝરથી મનુષ્યો, પશુ-પક્ષીઓ દરેકને નુકસાન પહોંચી શકે છે. કારણ કે આરએફ રેડિએશન તેના આગમન પછી આજની તુલનામાં 100 ગણુ વધી જશે. તેના લીધે માણસની સાથે પૃથ્વીની ઇકોસિસ્ટમ પર પણ ખરાબ અસર પડશે. સ્ટડી અને ક્લિનિકલ પુરાવા મુજબ ઘણા લોકો રેડિએશનથી બીમાર પડ્યા છે. ઘણા લોકોના ડીએનએ, સેલ્સ અને ઓર્ગન સિસ્ટમ ડેમેજ થયા છે. જેના કારણે બીમારીઓ વધી શકે છે.

નોંધનીય છે કે બોલીવૂડ ખેલાડી અક્ષયકુમાર અને સાઉથના સુપરસ્ટાર રજનીકાન્તની ફિલ્મ 2.0 પણ મોબાઇલ ટેકન્લોજી અને તેનાથી પક્ષીઓ પર પડનારી અસર પર જ બની હતી. જેમાં અક્ષય પક્ષીપ્રેમી વિલનના રોલમાં છે. તેમાં દર્શાવાયું છે મોબાઇલ ટાવરોને કારણે જ નાના નાના પક્ષીઓ પર કેટલી ઘાતક અલર પડે છે. તેમની વસતી ઘટી રહી છે.

(8:23 pm IST)