Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

કેન્દ્ર સરકારની શૂન્ય વેક્સિન પોલિસી ભારત માતાની છાતીમાં ખંજર મારવા સમાન છે રાહુલ ગાંધીનું ટવીટ

'એક વ્યક્તિ અને તેનો અહંકાર છે, એક વાઈરસ અને તેના ઘણા સ્વરૂપ છે

નવી દિલ્હી : દેશમાં હાલ રસીકરણ મામલે પક્ષ અને વિપક્ષના રાજનીતી ચાલી રહી છે. બીજી તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે કેન્દ્રની મોદી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો કે, કેન્દ્ર સરકારની શૂન્ય વેક્સિન પોલિસી ભારત માતાની છાતીમાં ખંજર મારવા સમાન છે, રાહુલ ગાંધીએ ટ્વિટ કરી હતી કે,'મોદી સરકારની શૂન્ય વેક્સિન પોલિસી ભારત માતાના છાતિમાં ખંજર માર્યું છે. આ દુઃખદ વાસ્તવિકતા છે.'

દેશમાં બેરોજગારી દર ડબલ ડિજીટમાં પહોંચવા પર રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે,'એક વ્યક્તિ અને તેનો અહંકાર છે, એક વાઈરસ અને તેના ઘણા સ્વરૂપ છે.' રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકારની વેક્સિન પોલિસી અંગે ટીકા કરતા રહ્યાં છે. જ્યારે ભાજપ રાહુલ ગાંધી પર દેશને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવતી રહી છે.

(11:10 pm IST)