Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

રશિયાની સ્પુટનિક વી કોવિડ -19 વેક્સિનના લાખો ડોઝની પ્રથમ ખેપ આજે ભારત પહોંચશે

મે મહિનામાં અપેક્ષિત કુલ 30 લાખ ડોઝ મધરાત્રે ભારત પહોંચશે

નવી દિલ્હી : રશિયાની સ્પુટનિક વી કોવિડ -19 વેક્સિનના લાખો ડોઝની પ્રથમ ખેપ સોમવાર એટ્લે આજ રાતે ભારત પહોંચવાની છે. વેક્સિનના ડેવલોપર પાસેથી બે માહિનામાં 18 મિલિયન ડોઝની અપૂર્તિ કરવાની અપેક્ષા રાખવામાં આવી છે. રશિયાએ ભારતને બે બેચોમાં 2 લાખ 10 હજાર ડોઝ આપ્યા છે અને મે મહિનામાં અપેક્ષિત કુલ 30 લાખ ડોઝ આજે ભારત પહોંચશે.

આ 30 લાખમાંથી મોટાભાગની માત્રા બલ્કમાં ઉપલબ્ધ કરવામાં આવી રહી છે અને ભારતમાં લોકોને લગાવવામાં આવી રહી છે. આ પછી જૂનમાં 5 લાખ ડોઝની નિકાસ કરવામાં આવશે અને જુલાઈમાં 1 કરોડ ડોઝની નિકાસ કરવામાં આવશે.

કોવિડ 19 સામે 91.4 ટકા રક્ષણ પૂરું પાડતી સ્પુટનિક વી, ઈમરજન્સી યુઝ ઓથોરિટી દ્વારા એપ્રિલમાં ભારત દ્વારા આપવામાં આવેલી ત્રીજી કોરોના રસી બનશે. રસીના રશિયન ડેવેલોપર ભારતમાં ડોઝના વિતરણ માટે ડો. રેડ્ડીસ લેબોરેટરી સાથે કરાર કર્યો છે. તેમણે એક વર્ષમાં 850 મિલિયન ડોઝ ઉત્પન્ન કરવા માટે ઘણી કંપનીઓ સાથે કરાર કર્યા છે.

રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) અને Panacea Biotecએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે ભારતમાં રસીનું પૂર્ણ-ઉત્પાદન આ ઉનાળામાં તકનીકીના સ્થાનાંતરણ પછી શરૂ થશે. બંને પક્ષો ભારતમાં ઓગસ્ટ સુધીમાં ઉત્પાદન શરૂ કરવાનું વિચારી રહ્યા છે.

(12:22 am IST)