Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

ઇન્ડિયન આર્મી ખરીદશે સ્વદેશી હથિયારો : મેક ઇન ઇન્ડિયાને મળશે મોટી તાકાત

સેનાએ ખરીદશે ૧૪ હજાર કરોડના સ્વદેશી મિસાઈલ અને હેલિકોપ્ટર

ન્યૂ દિલ્હી : મેક ઈન ઈન્ડિયાના પ્રોત્સાહન આપવા માટે ભારતીય સેનાએ 14 હજાર કરોડ રૂપિયાના સ્વદેશી હથિયારો ખરીદવાનો નિર્ણય કર્યો છે.. જેમાં આકાશ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ અને એડવાન્સ લાઈટ હેલીકોપ્ટર સામેલ છે. ભારતીય સેનાએ આકાશ મિસાઈલ ડીફેન્સ સિસ્ટમની બે રેજીમેન્ટ અને 25 એડવાન્સ લાઈટ હેલિકોપ્ટરની ખરીદી માટે સરકારને પ્રસ્તાવ મોકલ્યો છે. જેની કિંમત 14 હજાર કરોડ રૂપિયા છે.. સૂત્રોએ જણાવ્યું કે ભારતીય સેનાના પ્રસ્તાવને રક્ષા મંત્રાલયની પાસે મોકલી દેવાયો છે.

પ્રસ્તાવને વહેલી તકે મંજૂરી પણ મળી શકે છે. આશા છે કે, રક્ષા પ્રધાન રાજનાથ સિંહ વહેલી તકે આ મુદ્દે એક બેઠક કરશે.. તેમણે કહ્યું કે આકાશ-એસ મિસાઈલ એક સ્વદેશી હથિયારની સાથે સાથે આકાશ મિસાઈલ ટેકનોલોજીનું નવું વર્ઝન છે.

આકાશ એસ- મિસાઈલ 25થી 30 કિલોમીટરની રેન્જમાં દુશ્મનોના વિમાન.. ડ્રોન કે ક્રૂઝ મિસાઈલને તબાહ કરવા સક્ષમ છે.. આ મિસાઈલ લદ્દાખ જેવા અત્યંત ઠંડા પ્રદેશોમાં પણ દુશ્મનોને જવાબ આપવામાં સક્ષમ છે.

ત્યારે આકાશા મિસાઈલ સિસ્ટમ ચીન અને પાકિસ્તાન સરહદે સેનાની જરૂરિયાતને પૂર્ણ કરશે. ભારતીય સેનાની યાદીમાં એવા ઘણા હથિયાર અને ઉપકરણ સામેલ છે કે જેનું નિર્માણ દેશમાં થઈ રહ્યું છે.

(12:00 am IST)