Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

દેશની ટોપ પાંચ ધનિક મહિલા : તેમની નેટવર્થને જાણીને આંખો થઇ જશે પહોળી

તેમના સખત પરિશ્રમથી પોતાના જીવનને એક ઉંચાઈએ પહોંચાડ્યું : Biocon ના સ્થાપક કિરણ મઝુમદાર શો આ યાદીમાં પ્રથમ સ્થાન પર

નવી દિલ્હી : લોકો હમેશાં દુનિયામાં સૌથી ધનિક પુરૂષોની વાત કરતા હોય છે,પરંતુ સમય છે તે મહિલાઓ જેમણે તેમના સખત પરિશ્રમથી પોતાના જીવનને એક ઉંચાઈએ પહોંચાડ્યું છે અને હવે દુનિયા અથવા ભારતની સૌથી ધનિક મહિલાઓમાં સામેલ છે. તો આવો જાણીએ કે, Hurun Global Rich List 2021 ના અનુસાર કોણ છે દેશની સૌથી ધનિક પાંચ મહિલા ઉદ્યોગસાહસિક.

Biocon ના સ્થાપક કિરણ મઝુમદાર શો આ યાદીમાં પ્રથમ સ્થાન પર ભારતના સૌથી ધનિક મહિલા ઉદ્યોગસાહસિક છે. તેમની નેટવર્થ 4.8 બિલિયન ડોલર છે

Godrej ની વારસદાર સ્મિતા વી કૃષ્ણા 4.7 બિલિયન યુએસ ડોલરની કુલ સંપત્તિની સાથે આ લિસ્ટમાં બીજા નંબર પર છે. જો કે, આ નોંધનીય વાત છે કે, કૃષ્ણા કૌટુંબિક સંપત્તિમાં પાંચમો હિસ્સો ધરાવે છે.

મંજુ દેશબંધુ ગુપ્તા Lupin Limited ના કો-ફાઉન્ડર દેશબંધુ ગુપ્તાની પત્ની છે. Lupin Limited એક મલ્ટીનેશનલ ફાર્માસ્યુટિકલ કંપની છે. મંજુ દેશબંધુ ગુપ્તાની અંદાજિત કુલ સંપત્તિ 3.3 બિલિયન ડોલર છે.

USV Private Limited ના ચેરપર્સન લીના ગાંધી તિવારીની અંદાજિત નેટવર્થ 2.1 બિલિયન ડોલર છે. USV Private Limited જેનરિક ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરર્સ છે.

રાધા વેમ્બુ Zoho Corporation માં મેજોરિટી સ્ટેકહોલ્ડર છે. તેમની કુલ સંપત્તિ 1.7 બિલિયન યુએસ ડોલર છે.

(10:43 am IST)