Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

સંસદમાં હવે અધ્યક્ષપદ તટસ્થ રહ્યું નથી : ચિદમ્બરમનો વસવસો

હંગામો થાય એટલે લાભ ઉઠાવી સરકાર ચોરીછૂપીથી ખરડો પસાર કરાવવા માગતી હતી

નવી દિલ્હી: કોંગ્રેસના સીનિયર નેતા પી.ચિદમ્બરમે કહ્યુ સંસદના બન્ને સદનમાં હવે અધ્યક્ષ અને સભાપતિનું પદ એટલુ ન્યૂટ્રલ નથી રહ્યુ, જેટલુ હોવુ જોઇએ.
ચિદમ્બરમે કહ્યુ કે રાજ્યસભામાં અંતિમ દિવસે એટલા માટે હંગામો થયો કારણ કે સરકાર એક બિલને ચોરી છુપે પાસ કરાવવા માંગી રહી હતી.
ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા ચિદમ્બરમે એમ પણ કહ્યુ કે તેમને આશા છે કે વિપક્ષી એકતા બનશે, જેનાથી ભાજપને ૨૦૨૪માં સત્તામાંથી હટાવી શકાય.
સંસદમાં જનરલ ઇંશ્યોરન્સ બિલ પર પણ ઘણો વિવાદ થયો છે. વિપક્ષ આ બિલને પાસ કરાવવાનો વિરોધ કરી રહ્યુ હતુ. મહત્વપૂર્ણ છે કે આ બિલ પાસ થયા બાદ તમામ જનરલ ઇંશ્યોરન્સ કંપનીઓના ખાનગીકરણનો રસ્તો ખુલી જશે. વિપક્ષનું કહેવુ હતુ કે આ બિલને સંસદની પસંદગી સમિતી પાસે મોકલવો જોઇતો હતો.
ચિદમ્બરમનું કહેવુ છે કે આ મુદ્દા પર સરકાર અને વિપક્ષમાં એકમત ના હોવાને કારણે સહમતિ બની હતી કે આ સત્રમાં આ બિલને પસાર નહી કરાય પરંતુ સરકારે બંધારણ સંશોધન વિધેયક એક મતથી પસાર થયા બાદ આ બિલને ચોરીછુપીથી પસાર કરાવવાની ઉતાવળ કરી હતી જેનાથી વિપક્ષ નારાજ થઇ ગયો હતો. ચિદમ્બરમનું કહેવુ છે કે અહી સભાપતિએ ન્યૂટ્રલ-તટસ્થ એપ્રોચ નથી અપનાવેલ.
મહત્વપૂર્ણ છે કે સંસદનું મોનસૂન સત્ર ત્રણ દિવસ પહેલા બુધવારે ખતમ કરી દેવામાં આવ્યુ. જ્યારે રાજ્યસભા સ્થગિત થવાની હતી ત્યારે વિપક્ષી સાંસદોનો માર્શલો સાથે ટકરાવ થઇ ગયો. આ ટકરાવ ત્યારે થયો જ્યારે સાંસદો ચેર અને ટ્રેજરી બેંચો તરફ વધી રહ્યા હતા. વિપક્ષી સાંસદોનું કહેવુ છે કે સરકાર પેગાસસ જાસૂસી અને વિવાદિત કૃષિ કાયદા પર ચર્ચા કરવાથી ભાગી રહી છે.

(11:54 am IST)