Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી પોતાના સૈનિકોને સંપૂર્ણ રીતે કાઢી લીધા : યુએસ જનરલ કેનેથ એફ. મેકેન્ઝીની જાહેરાત

અંતિમ સી-17 વિમાનને હામિદ કરઝઈ એરપોર્ટથી 30 ઓગસ્ટે બપોરે 3.29 વાગ્યે રવાના થયું

અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી પોતાના સૈનિકોને સંપૂર્ણ રીતે કાઢી લીધા છે. યુએસ જનરલ કેનેથ એફ. મેકેન્ઝીએ આ વાતની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, અંતિમ સી-17 વિમાનને હામિદ કરઝઈ એરપોર્ટથી 30 ઓગસ્ટે બપોરે 3.29 વાગ્યે રવાના કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પોતાની રાજદ્વારી ઉપસ્થિતિને પણ ખતમ કરી દીધી છે અને તે કતારમાં શિફ્ટ થઈ ગયા છે. ન્યૂઝ એજન્સી એએફપીએ અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કનના હવાલાથી આ વાત કહી હતી. બ્લિન્કને કહ્યું હતું કે, અમેરિકા દરેક અમેરિકન નાગરિકની મદદ કરવા પ્રતિબદ્ધ છે, જે અફઘાનિસ્તાન છોડવા માગે છે.

અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પોતાની સેના 20 વર્ષ સુધી રાખી હતી. જોકે, હવે આ સમયગાળો પૂર્ણ થયો છે. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે, હવે અફઘાનિસ્તાનમાં અમારી 20 વર્ષની સૈન્ય ઉપસ્થિતિ સમાપ્ત થઈ ગઈ છે. હું પોતાના કમાન્ડર્સને અફઘાનિસ્તાથી ખતરનાક નિકાસી માટે ધન્યવાદ આપવા માગું છું. જે રીતે 31 ઓગસ્ટ સવારનો સમય નક્કી કરવામાં આવ્યો હતો.

(12:38 pm IST)