Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

ડિસેમ્બર સુધીમાં યૂરોપમાં કોરોનાથી ૨.૩૬ લાખ લોકોના મોત થઈ શકે છે

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ધીમા રસીકરણ ને કારણે ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ WHOએ યૂરોપીય દેશમાં કોરોના વેક્સીનેશનની ઘીમી ગતિને લઈને ચિંતા વ્યક્ત કરી છે. આ વર્ષે 1 ડિસેમ્બર સુધી યૂરોપમાં કોરોનાના કારણે 2 લાખ 36 હજાર લોકોના મોત થઈ શકે છે. યૂરોપીય દેશોમાં હાલમાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટે કહેર મચાવી દીધો છે. યૂરોપમાં વેક્સીનેશનનમાં ગતિ ધીમી જોવા મળી છે. આ પહેલા સુધી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ગરીબ દેશોમાં વેક્સીનેશનને લઈને ચિંતા જાહેર કરી છે. આ કારણ છે કે યૂરોપીય દેશોની તરફથી બૂસ્ટર ડોઝની શરૂઆતને લઈને WHOએ અનિચ્છા જાહેર કરી હતી. 

WHOની યૂરોપીય શાખાના પ્રમુખે કહ્યું કે તેઓ અમેરિકી સરકારના શીર્ષ સંક્રામક રોગ વિશેષજ્ઞની એ વાતથી સહમત છે કે કોરોના વિરોધી વેક્સીનનો ત્રીજો ડોઝ અતિસંવેદનશીલ લોકોને સંક્રમણથી બચવામાં મદદ કરી શકે છે. ડો. હંસ ક્લુગે સંક્રમણના ફેલાવવાને ચિંતાજનક ગણાવ્યું છે અને કહ્યું કે WHO યૂરોપક્ષેત્રમાં 53માંથી 33 દેશમાં છેલ્લા એક અઠવાડિયામાં વધારેને વધારે 10 ટકાથી વધારો નોંધાયો છે.

આ સમયે બ્રિટનથી સમાચાર આવી રહ્યા છે કે અહીં 12-15 વર્ષના બાળકોને માટે વેક્સીનેશનની તૈયારી કરવામાં આવી રહી છે. દેશની વેક્સીન પરામર્શદાતા સમિતિએ આ અભિયાનને મંજૂરી આપી નથી. સ્વાસ્થ્ય વિભાગની તરફથી કહેવાયું છે કે મંજૂરી મળતા જ તેઓ વેક્સીનેશન અભિયાન શરૂ કરવા માટે તૈયાર છે. તેઓએ કહ્યું કે દેશના અનેક ભાગમાં નવા એકેડમીક વર્ષની શરૂઆત થવાની સાથે શાળામાં વેક્સિન પહોંચાડવા માટે પણ તૈયાર છે. સપ્ટેમ્બરમાં શાળાઓ ખૂલશે અને બ્રિટનમાં પહેલાથી વધારે કોરોના વાયરસ સંક્રમણ દર વધારે વધવાની આશંકા છે. 

દ. આફ્રિકા એક નવું ટેન્શન બનીને સામે આવી રહ્યું છે.  C.1.2 નામનો આ વેરિઅન્ટ દ. આફ્રિકામાં મળ્યો છે. સ્ટડીમાં દાવો કરાયો છે કે આ દુનિયામાં ફેલાઈ શકે છે અને સાથે કોરોના વેક્સિનને માત આપવામાં સક્ષમ છે. આ સાથે એ પણ કહેવાયું છે કે આ વેરિઅ્ટ પહેલાના દરેક વેરિઅન્ટથી વધારે સંક્રામક હોઈ શકે છે. આ વેરિઅન્ટ સૌ પહેલા આફ્રિકામાં મે મહિનામાં જોવા મળ્યો અને પછી તેના દર્દીઓ ચીન, કાંગો, મોરેશિયસ, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, પુર્તગાન અને સ્વીત્ઝરલેન્ડમાં મળ્યા હતા.

(1:01 pm IST)