Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

આજે 'ભારત રત્ન' પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પ્રથમ પુણ્યતિથી

પ્રણવ મુખર્જીની પ્રથમ પુણ્યતિથી પર દેશના તમામ મોટા નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી: પ્રણવ મુખર્જીએ 2012થી 2017 સુધી ભારતના 13માં રાષ્ટ્રપતિના રૂપમાં કાર્ય કર્યું

નવી દિલ્હી- 'ભારત રત્ન' પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની આજે પ્રથમ પુણ્યતિથિ છે. પ્રણવ મુખર્જીનું નિધન 31 ઓગસ્ટ 2020એ દિલ્હીની આર્મિ હોસ્પિટલમાં થયું હતું. તેમની પ્રથમ પુણ્યતિથિ પર દેશના તમામ મોટા નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તેમને શ્રદ્ધાંજલિ આપી. પ્રણવ દાને યાદ કરતા મુખ્યપ્રધાને લખ્યું- વરિષ્ઠ રાજનેતા, ભારતીય રાજનીતિમાં કર્મઠતા, શુચિતા અને સમર્પણની પ્રતિમૂર્તિ, 'ભારત રત્ન', પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પ્રથમ પુણ્યતિથિ પર તેમને વિનમ્ર જદ્ધાંજલિ.

ભારતના 13માં રાષ્ટ્રપતિ રહેલા પ્રણવ મુખર્જીને 26 જાન્યુઆરી 2019એ ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. તેઓને કોંગ્રેસના સંકટમોચક માનવામાં આવતા હતા. ભારત રત્ન પ્રણવ મુખર્જીનો જન્મ 11 ડિસેમ્બર, 1935માં પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં થયો હતો. તેમની ગણતરી દેશના મોટા રાજનીતિજ્ઞોમાં થાય છે. પ્રણવ મુખર્જીએ 2012થી 2017 સુધી ભારતના 13માં રાષ્ટ્રપતિના રૂપમાં કાર્ય કર્યું. રાષ્ટ્રપતિના રૂપમાં ચૂંટાયા પહેલા મુખર્જી 2009થી 2012 સુધી કેન્દ્રીય વિત્ત પ્રધાન હતા. તેમને કોંગ્રેસના શીર્ષ સંકટમોચક માનવામાં આવતા હતા.

પ્રણવ મુખર્જીએ કલકત્તા વિશ્વવિદ્યાલયથી ઇતિહાસ અને રાજનીતિ વિજ્ઞાનમાં સ્નાતક અને સ્નાતકોત્તરની સાથે-સાથે કાનૂનની ડિગ્રી હાંસિલ કરી હતી.

રાજનીતિક સફર શરૂ કરતા પહેલા પ્રણવ મુખર્જી કલકત્તામાં ડિપ્ટી એકાઉન્ટંટ-જનરલ( પોસ્ટ અને ટેલીગ્રાફ) ના કાર્યાલયમાં અપર ડિવીઝન ક્લાર્ક હતા. 1963માં તેઓ વિદ્યાનગર કોલેજમાં રાજનીતિ વિજ્ઞાનના લેક્ચરર બન્યા અને 'દેશર ડાક' ની સાથે પત્રકારના રૂપમાં પણ કામ કર્યું.

વર્ષ 2004માં જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળા સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન સત્તામાં આવ્યા, ત્યારે મુખર્જીએ પહેલીવાર લોકસભા બેઠક જીતી અને 2012 સુધી કેટલાય પ્રમુખ મંત્રાલયો જેવા કે, રક્ષા, વિદેશ મામલા અને નાણાંનો કારોબાર સંભાળ્યો. આ ઉપરાંત કેટલાય પ્રધાનોના સમૂહના પ્રમુખ અને લોકસભામાં સદન નેતા પણ રહ્યા.

પ્રણવ મુખર્જીએ 2004 સુધી ક્યારેય લોકસભા ચૂંટણી જીતી ન હતી, આ કારણથી કોંગ્રેસના કેટલાક નેતા તેમને બિના જનાધાર વાળા તેના પણ કહેતા હતા. જ્યારે તેઓ પશ્ચિમ બંગાળના જંગીપુર લોકસભા સીટથી 2004માં ચૂંટણી જીત્યા, ત્યારે તેઓ ખુશીથી રડી પડ્યા હતા. ચૂંટણી જીત્યા પછી તેમણે કહ્યું હતું, 'મારા માટે આ સપના સાચા થવા જેવા છે, એવું સપનું જે લાંબા સમય સુધી મારી સાથે રહ્યા.'

રાષ્ટ્રપતિના રૂપમાં જ્યારે 25 જુલાઇ, 2017એ તેમનો કાર્યકાળ સમાપ્ત થયો, ત્યારે મુખર્જીએ 'સ્વાસ્થ્ય જટિલતાઓ ના કારણે ફરી રાષ્ટ્રપતિ ચૂંટણી ન લડવા અને રાજનીતિમાથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો.

(1:14 pm IST)