Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહીં : દેશમાં સતત સાત દિવસથી પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર

નવી દિલ્હી : દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આસમાને પહોંચી છે. ત્યારે દેશમાં સતત સાત દિવસથી પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર ચાલી રહી છે. આજે (મંગળવારે) 31 ઓગસ્ટે પણ રિટેલ ફ્યૂઅલની કિંમતોમાં કોઈ ફેરફાર નથી થયો. છેલ્લે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 24 ઓગસ્ટે ફેરફાર થયો હતો.

ઓગસ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રુડ બજારમાં જોરદાર વધારો થયો હતો. પહેલા સપ્તાહમાં જ બ્રેન્ટ ક્રુડમાં 9 ટકાની તેજી આવી હતી. ગયા અઠવાડિયે પણ તેલમાં વધારો થયો હતો. જોકે, સોમવારે એટલે કે છેલ્લા વેપારી સત્રમાં તેલમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગઈકાલે બ્રેન્ટ ક્રુડ 0.20 ટકાના ઘટાડા સાથે 71.56 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યો છે.

(1:40 pm IST)