Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

તાલિબાનની હેવાનિયતની તસ્વીર બહાર આવી : અમેરીકી નાગરીકને ઉડતા હેલીકોપ્ટરમાં લટકાવ્યો

કાબુલ એરપોર્ટ કબ્જામાં આવતાવેંત આકાશમાં અનેક રોકેટ છોડ્યા : ફાયરીંગ કર્યા

અફઘાનિસ્તાનના કંદહારમાં તાલીબાનોએ એક અમેરીકી ટ્રાન્સલેટર (અનુવાદ કરનારને) ઉડતા હેલીકોપ્ટરમાં લટકાવી દીધાની હેવાનિયતભરી ઘટના બહાર આવી છે. અમેરીકાના જ બ્લેકહોક હેલીકોપ્ટરમાં તેને લટકાવ્યો હતો.

તાલીબાનો ભલે દાવો કરે કે તેઓ બદલાઈ ગયા છે પરંતુ સચ્ચાઈ તેનાથી અલગ છે. આ નવા વિડીયામાં હેલીકોપ્ટરમાં એક શખ્સ લટકતો દર્શાવાયો છે, જે અમેરીકી તરજુમો કરનાર છે. આ હેલીકોપ્ટર અમેરીકાએ અફઘાનિસ્તાનના લશ્કરને આપેલ જે હવે તાલીબાનોના કબ્જામાં છે.

ગઈ મધરાતે અમેરીકાનું છેલ્લું વિમાન કાબુલ એરપોર્ટથી રવાના થયુ તે સાથે જ કાબુલ એરપોર્ટ ઉપર તાલીબાનોનો કબ્જો થઈ ગયો અને આતંકીઓએ હવામાં ફાયરીંગ સાથે અનેક રોકેટો છોડી ડરામણો જશ્ન મનાવેલ.

(8:52 pm IST)