Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

મુંબઈ-થાણે અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શર: ઓરેન્જ એલર્ટ જાહેર

ત્રણથી ચાર કલાક ભારે વરસાદની આગાહી પાલઘર જિલ્લામાં પશ્ચિમ ધારના પટ્ટામાં વરસાદની તીવ્રતામાં ભારે વધારો

મુંબઈ, થાણે અને આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદ શરૂ થયો છે. કાંદિવલી, બોરીવલી, મલાડ, ગોરેગાંવ, અંધેરી સહિત અનેક વિસ્તારોમાં વરસાદના કારણે ટ્રાફિક ધીમો પડી ગયો છે.

આગામી ત્રણથી ચાર દિવસ સુધી ભારતીય હવામાન વિભાગે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદની આગાહી કરી છે. મુંબઈના પૂર્વ અને પશ્ચિમ રાજમાર્ગો પર સંપૂર્ણ અંધકાર છે. આ વિસ્તારોમાં આગામી ત્રણથી ચાર કલાક ભારે વરસાદની આગાહી છે. પાલઘર જિલ્લામાં પશ્ચિમ ધારના પટ્ટામાં વરસાદની તીવ્રતામાં ભારે વધારો થયો છે.

(3:05 pm IST)