Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

તાલીબાનને હવે કાબુમાં રાખવા પગલા લેવાશે

UNSC માં કરેલ નિવેદનમાં ભારતની રહી મહત્‍વની ભૂમિકા

કાબુલ : અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કબ્જો થયા બાદ અફઘાનની ધરતીનો ઉપયોગ કોઈ અન્ય દેશ વિરુદ્ધ ના થાય તેવી માંગ અંગેનો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ પાસ થયો છે. પ્રસ્તાવ પસાર કરાવવામાં ભારતની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી. સૂત્રોએ જણાવ્યું કે, 5 સ્થાયી અને 10 અસ્થાયી સભ્યોના સંગઠનમાં પ્રસ્તાવને પાસ કરાવતા કહેવામાં આવ્યું કે- તાલિબાને પોતાના વાયદાનું પાલન કરવું જોઈએ.

બીજી તરફ તાલીબાને વાત સુનિશ્ચિત કરવી પડશે કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ અન્ય દેશ વિરુદ્ધ ના કરવામા આવે. ઉપરાંત તાલિબાન અફઘાનિસ્તાન છોડવા માંગતા લોકોને સુરક્ષિત જવા દે તેવી માંગ પણ કરવામા આવી હતી. સાથે અફઘાનમાં માનવતાના ધોરણે મદદ કરતા સંગઠનોને અટકાવવામાં ના આવે તેમ પણ પ્રસ્તાવમાં માંગ કરવામા આવી હતી. ભારતે પ્રસ્તાવ મુદ્દે અમેરિકા અને યુએનએસસીના અન્ય સભ્યો સાથે વાત કરી હતી.

(10:47 pm IST)