Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

બુલિયન બજારમાં નરમાઇ :સોના ચાંદીના વાયદામાં ઘટાડાનો દોર: રોકાણકારોને તક

MCX સોનું 0.18 ટકા ઘટીને રૂ. 47,751 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી કારોબારમાં 0.41 ટકાના ઘટાડા સાથે 61,581 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરતી હતી

મુંબઈ :સોનાની સાથે આ સમયે ચાંદીના ભાવમાં પણ જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે ફરી મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.18 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. સાથે જ ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

આજે, ફેબ્રુઆરીમાં ડિલિવરી માટે MCX સોનું 0.18 ટકા ઘટીને રૂ. 47,751 પ્રતિ 10 ગ્રામ પર છે. તે જ સમયે, ચાંદી આજના કારોબારમાં 0.41 ટકાના ઘટાડા સાથે 61,581 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી છે.

વર્ષ 2020ની વાત કરીએ તો ગયા વર્ષે આ જ સમયગાળામાં MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 56,200 રૂપિયાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ હતી. આજે ઓગસ્ટ ફ્યુચર એમસીએક્સ પર સોનું રૂ. 47,751 પ્રતિ 10 ગ્રામના સ્તરે છે, એટલે કે તે હજુ પણ લગભગ રૂ. 8,449 સસ્તું મળી રહ્યું છે.

(12:33 am IST)