Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

અમેરિકન એકેડેમી ઓફ માઇક્રોબાયોલોજી ફેલો તરીકે 65 વૈજ્ઞાનિકોની પસંદગી : 2021 ની સાલ માટે ચૂંટાઈ આવેલા વૈજ્ઞાનિકોમાં ચાર ઇન્ડિયન અમેરિકન મહિલા તથા એક ભારતીય મૂળના પ્રોફેસરે સ્થાન મેળવ્યું

વોશિંગટન : અમેરિકન એકેડેમી  ઓફ માઇક્રોબાયોલોજીએ 16 ફેબ્રુઆરીના રોજ 2021ની સાલ માટેના  ફેલોની ઘોષણાં કરી છે. ફેલો તરીકે પસંદ કરાયેલા  65 વ્યક્તિઓમાં ચાર ઇન્ડિયન અમેરિકન તથા એક  ભારતીય મૂળના જીવ વિજ્ઞાન  નિષ્ણાત પ્રોફેસરનો સમાવેશ કરાયો છે.
 
પસંદ કરાયેલા 4 ઇન્ડિયન અમેરિકન ફેલોમાં સુશ્રી તિરુમાલા-દેવી કન્નેગંટી, સુશ્રી શબાના અબ્દુલ ખાદર, સુશ્રી મિટ્ઝી નાગરકટ્ટી, તથા સુશ્રી વેનિગલ્લા રાવ અને ભારતીય મૂળના પ્રોફેસર શ્રી બ્રજેશ સિંહનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકન સોસાયટી  ઓફ માઇક્રોબાયોલોજી દ્વારા વૈજ્ઞાનિક સિદ્ધિઓના રેકોર્ડ્સ ધરાવતા વૈજ્ઞાનિકોને  અદ્યતન માઇક્રોબાયોલોજીના મૂળ યોગદાનના આધારે, વાર્ષિક ધોરણે ઉચ્ચ પસંદગીની,  પ્રક્રિયા દ્વારા ચૂંટવામાં આવે છે.

 અકાદમીએ આ વર્ષે 150 નામાંકન મેળવ્યાં હતા જે પૈકી  2021 ફેલોશિપ માટે  65 ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(8:01 pm IST)